News of Saturday, 4th January 2025
મહાકુંભને લઈને રેલવે દોડાવશે 3 વન-વે સ્પેશિયલ ટ્રેન: જાણો કયા સ્ટેશનને મળશે લાભ, સમય અને બુકિંગ
પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ - લખનઉ, ભાવનગર ટર્મિનસ - લખનઉ અને સાબરમતી - લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવશે

અમદાવાદ : મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ - લખનઉ, ભાવનગર ટર્મિનસ - લખનઉ અને સાબરમતી - લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે નિર્ણય લેવાયો છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ-લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ - લખનઉ સ્પેશિયલ ટ્રેન સોમવાર, 06 જાન્યુઆરી, 2025ના રોજ 11:00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:00 વાગ્યે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજલપુર, સિહોર, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ-લખનઉ વન-વે સ્પેશિયલ
ન નંબર 09235 ભાવનગર ટર્મિનસ - લખનઉ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ બુધવાર, 08 જાન્યુઆરી, 2025ના રોજ રાત્રે 8:20 વાગ્યે ઉપડશે અને શુક્રવારે વ્હેલી સવારે 04:00 વાગ્યે લખનઉ પહોંચાડશે.
ટ્રેનના રૂટમાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ સ્પેશિયલ સોમવાર, 06 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 11.00 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સવારે 11.00 કલાકે લખનઉ પહોંચડશે.
ટ્રેનના રૂટમાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેન નંબર 09011 (મુંબઈ સેન્ટ્રલ - લખનઉ સ્પેશિયલ) , 09235 (ભાવનગર ટર્મિનસ-લખનઉ વન-વે સ્પેશિયલ) અને 09469 (સાબરમતી – લખનઉ વન-વે સ્પેશિયલ) માટે બુકિંગ 05 જાન્યુઆરી, 2025થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
