તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
ત્રણ-ત્રણ ઘરવાળી રાખતો હતો પતિ : પત્નિને જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી : પતિએ પણ પોલ ખોલી નાખી
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તિઘરા ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આપ ચકરાવે ચડી જશો

બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના તિઘરા ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આપ ચકરાવે ચડી જશો. પતિએ પોતાની પત્નિ, સિપાહી અને તેના એક સાથી વિરુદ્ધ ફરિયાદ આપીને પત્ની સાથે આડા સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે. તો વળી પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ આપીને ત્રણ-ત્રણ છોકરીઓ સાથે ચક્કર અને લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં આરોપી કોન્સ્ટેબલને એસપીએ લાઈન હાજર કરી દીધો છે. અને બંનેની ફરિયાદમાં તપાસના આદેશ આપ્યા છે.
ધર્મેશ અગ્નિહોત્રી નામના યુવકે કોન્સ્ટેબલ ગિરજા શંકર વર્મા અને પોતાની પત્ની વિરુદ્ધ એસપીને ફરિયાદ આપીને આરોપ લગાવ્યો છે કે તેની પત્નિને કોન્સ્ટેબલ સાથે આડા સંબંધો છે. ધર્મેશનો આરોપ છે કે કોન્સ્ટેબલ તેની પત્નીને બાઈક પર બેસાડીને કયાંક લઈ જતો હતો, તો રસ્તામાં રોકયા. તેના પર કોન્સ્ટેબલને ધમકી આપતા કહ્યું કે, ‘‘તું મારી અને રાધા વચ્ચે આવતો નહીં, નહીંતર જીવ ખોવાનો વારો આવશે.'' મારી સાથે કોન્સ્ટેબલ ગિરજા શંકર અને તેના સાથી વીરુએ મારપીટ કરી ૧૭૫૦ રૂપિયા પણ છીનવી લીધા. હું ડરી ગયો અને તાત્કાલિક એસઓ લાલગંજથી કોન્સ્ટેબલ વિશે ફરિયાદ આપી, પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. આ મામલાની ગંભીરતા જોતા એસપીએ તાત્કાલિક કોન્સ્ટેબલને લાઈન હાજર કરી તપાસ શરૂ કરી દીધી.
તો વળી હવે ધર્મેશની પત્ની રાધા પોતાના વિરુદ્ધ ઊભી થઈ ગઈ છે. તેણે પોલીસમાં ફરિયાદ લખાવી છે કે, તેના પતિને કેટલીય છોકરીઓ સાથે ચક્કર ચાલે છે. તેણે ત્રણ લગ્ન કર્યા છે. પત્નીનો આરોપ છે કે તેના પતિને કાનપુરમાં પ્રિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા છે. બસ્તીમાં પણ એક છોકરી સાથે ભાડાના ઘરમાં લગ્ન કર્યા છે. તેમને પકડવા માટે પત્ની બસ્તી ગઈ પણ પતિ આ છોકરીને લઈને ભાગી ગયો. જ્યારે હું ઘરે પાછી આવી તો વીરુ અને કોન્સ્ટેબલ ગિરજાશંકર રસ્તામાં મળી ગયા. રાત હોવાના કારણે તેણે મને બાઈક પર બેસાડી ઘરે મૂકવા આવતો હતો. રસ્તામાં તેના પતિ અને તેના ત્રણ-ચાર દોસ્તોએ બાઈક રોકી અને મારપીટ શરૂ કરી દીધી. વીરુ પાસેથી રાખેલા એક લાખ રૂપિયા પણ છીનવી લીધા. કોન્સ્ટેબલ ગિરજા શંકર સાથે પણ તેના પતિની દોસ્તી હતી. કોન્સ્ટેબલે બે લાખ ઉધાર લીધા હતા અને પૈસા પાછા નહોતો આપતો. જેના કારણે તેણે ખોટા આરોપ લગાવ્યા છે.
સીઓ સ્વર્ણિ સિંહે કહયું કે, ‘‘આ મામલે તપાસ થઈ રહી છે. ધર્મેશ નામના યુવકે પોતાની પત્નિ, કોન્સ્ટેબલ અને તેના એક સાથી વિરુદ્ધ ફરિયાદ આપી છે. ફરિયાદના આધાર પર તાત્કાલિક પ્રભાવથી કોન્સ્ટેબલને લાઈન હાજર કર્યો છે. તો વળી ધર્મેશની પત્નીએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને ફરિયાદની તપાસ થઈ રહી છે. તપાસના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.(૨૩.૫)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
