<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

મણિપુરમાં ફરી હિંસા ભડકી, કલેક્‍ટર કચેરી પર હુમલો, એસપી ઘાયલ

હિંસાને કારણે કાંગપોકપી જિલ્લામાં સ્‍થિતિ વધુ વણસી છે.. પોલીસે પરિસ્‍થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો

ઇમ્‍ફાલ, તા.૪: મણિપુરમાં વર્ષ ૨૦૨૫ શાંતિપૂર્ણ પસાર થવાની આશા પર પાણી ફરી વળ્‍યું છે. જેમાં  વર્ષની શરૂઆતમાં ફરી એક વાર હિંસા ભડકી છે. કુકી બળવાખોરો ઘાટીના કાંગપોકપી શહેરમાં પ્રવેશ્‍યા છે. તેમજ શહેરમાં જિલ્લા કલેક્‍ટરનીઓફિસ પર પણ હુમલો કર્યો છે. આ અથડામણમાં મણિપુર પોલીસના એસપી ઘાયલ થયા હતા. હિંસાને કારણે કાંગપોકપી જિલ્લામાં સ્‍થિતિ વધુ વણસી છે. પોલીસે પરિસ્‍થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા બાદ સ્‍થિતિ અત્‍યંત તંગ બની ગઈ છે.

બે દિવસ પહેલા ઇમ્‍ફાલના ગામમાં આતંકવાદી હુમલોઃ કાંગપોકપી જિલ્લામાં કુકી અને અન્‍ય આદિવાસી સમુદાયોનું વર્ચસ્‍વ છે. આ વિસ્‍તારમાં અગાઉ પણ હિંસાની ઘટનાઓ બની ચૂકી છે. બે દિવસ પહેલા મણિપુરના પશ્ચિમ ઇમ્‍ફાલના એક ગામમાં આતંકવાદી હુમલાના અહેવાલ હતા. મણિપુરના કડાંગબંદ વિસ્‍તારમાં શંકાસ્‍પદ આતંકવાદીઓએ વહેલી સવારે હુમલો કર્યો હતો.

સુરક્ષા દળોને વિસ્‍તારમાં મોકલવામાં આવ્‍યા હતા. તેઓએ કાંગપોકપી જિલ્લામાં એક પહાડીની ટોચ પરથી અત્‍યાધુનિક હથિયારોથી અનેક રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું. પશ્ચિમ ઇમ્‍ફાલના કડાંગબંદ વિસ્‍તારમાં સવારે ૧ વાગ્‍યાની આસપાસ આતંકવાદીઓએ બોમ્‍બ ફેંક્‍યા હતા. જોકે, પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે વધારાના સુરક્ષા દળોને વિસ્‍તારમાં મોકલવામાં આવ્‍યા હતા.

મણિપુરમાં શાંતિ પાછી લાવવામાં આવી રહી છે. ચર્ચા જ ઉકેલ છે જેની શરૂઆત કેન્‍દ્ર સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. રાજયના શસ્ત્રાગારમાંથી લૂંટાયેલા લગભગ ૬,૦૦૦ શષાો, દારૂગોળો અને વિસ્‍ફોટકોમાંથી ૩,૦૦૦થી વધુ શષાો મળી આવ્‍યા હતા. જયારે ૬૨૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૨,૨૪૭ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

(10:40 AM IST)