તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
સ્વતંત્ર કામદારો માટે સારા સમાચાર! સામાજિક સુરક્ષા કવરેજ ફ્રેમવર્ક' મળશે
આરોગ્ય વીમો, પેન્શન કવર અને અન્ય સુવિધાઓ સાથે યુનિક આઈડી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા.૪: શ્રમ મંત્રાલય લાખો ગીગ (સ્વતંત્ર કામદારો) અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે જૂન સુધીમાં ‘સામાજિક સુરક્ષા કવરેજ ફ્રેમવર્ક' રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ આ માહિતી આપી છે. એક અધિકારીએ કહ્યું કે, ‘લેબર કોડ હજુ તૈયાર નથી પરંતુ સરકાર ઝડપથી વિકસતા (સ્વતંત્ર કામદારો) ગીગ વર્કરોને તેમના અધિકારોથી વંચિત રાખવા માંગતી નથી.
નવું એકંદર માળખું આ વર્ષના જૂનના અંત સુધીમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સરકાર નવા ડ્રાફટ હેઠળ ગીગ કામદારોને અનન્ય ઓળખ નંબર પણ જારી કરી શકે છે. આ સાથે, તેઓ વિવિધ પ્લેટફોર્મ પર કામ કરતી વખતે સરળતાથી સામાજિક સુરક્ષાના લાભો મેળવી શકે છે. આ ક્રમમાં, આરોગ્ય વીમો, જીવન અને અપંગતા વીમો, અકસ્માત વીમો અને પેન્શન કવરનો પ્રસ્તાવિત અન્ય સુવિધાઓ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ‘(પ્રથમ) મુખ્ય પડકાર (સ્વતંત્ર કામદારો) ગીગ વર્કરની વ્યાખ્યા છે અને તે પણ છે કે તેમના માટે સામાજિક સુરક્ષા યોજનાઓમાં કોણ યોગદાન આપશે.' આ એટલા માટે છે કારણ કે તેમની પાસે પરંપરાગત એમ્પ્લોયર-કર્મચારી સંબંધોનો અભાવ છે. સરકાર આ કામદારોને વિવિધ લાભો આપવાનું આયોજન કરી રહી છે જેથી કરીને તેઓ સામાજિક સુરક્ષાના લાભ મેળવી શકે અને તેમનું શોષણ ન થાય. ગયા મહિને શ્રમ સચિવ સુમિતા ડાવરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગિગ (સ્વતંત્ર કામદારો) અને પ્લેટફોર્મ કામદારો માટે સામાજિક સુરક્ષા યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કામદારોને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવાના પ્રયાસનો આ એક ભાગ છે. આ બેઠકમાં શ્રમ મંત્રાલયના અધિકારીઓ, ઝોમેટો જેવા પ્લેટફોર્મ એગ્રીગેટર્સના પ્રતિનિધિઓ, મજૂર સંગઠનો અને નીતિ આયોગના પ્રતિનિધિઓ, ILO અને NCAER ના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. શ્રમ બાબતોના વકીલ બીસી પ્રભાકરે આશા વ્યક્ત કરી હતી કે આ નવા ફોર્મેટમાં સરકાર બજેટમાંથી આર્થિક મદદ કરી શકે છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
