તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
કેનેડાનો મોટો નિર્ણય:માતા-પિતા અને દાદા-દાદીની પરમનેન્ટ રેસીડેન્સી સ્પોન્સરશિપ અરજી લેવાશે નહીં
ઈમિગ્રેશન કેસોના બેકલોગને દૂર કરવાનો પ્રયાસ :2023ના અંત સુધીમાં 40,000થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અરજીઓ પેન્ડિંગ

કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર દ્વારા નવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. હાલમાં, કેનેડા પોતાના ઈમિગ્રેશન કેસોના બેકલોગને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને આ માટે તેમને માતા-પિતા અને દાદા-દાદીની પરમનેન્ટ રેસીડેન્સી સ્પોન્સરશિપ માટે નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દીધું છે.
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર દ્વારા 2024ના વાર્ષિક ઇમિગ્રેશન અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2023ના અંત સુધીમાં 40,000થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અરજીઓ પેન્ડિંગ હતી. આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યો સાથે સંલગ્ન છે.
કેનેડાની સરકારે આ વર્ષે કુટુંબ પુનઃ એકીકરણ કાર્યક્રમના માધ્યમથી 15,000 જેટલી અરજીઓ સ્વીકારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ, 2024માં 20,500 અરજીઓ સ્વીકારવાનો લક્ષ્ય સાથે, 35,700 પસંદગીદારોને રેન્ડમલી પસંદ કરીને આ કાર્યક્રમ હેઠળ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
