<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પહેલી યાદી જાહેર : 29 ઉમેદવારોના નામ જાહેર કરાયા

કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ ,રમેશ બિધુરીને સીએમ આતિશી સામે મેદાનમાં ઉતાર્યા : આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તાને ઉમેદવાર બાનાવ્યા ફોટો

નવી દિલ્હી :દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેની પહેલી યાદી જાહેર કરી દીધી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કેજરીવાલ સામે પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે.રમેશ બિધુરીને સીએમ આતિશી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ તમામ પાર્ટીઓએ એડીચોટીનુંજોર લગાવ્યું છે. AAP સામે બળવો કરીને ભાજપમાં સામેલ થયેલા કૈલાશ ગેહલોતને બિજવાસન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, નાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા, શાલિયાર બાગથી રેખા ગુપ્તા, મોડલ ટાઉનથી અશોક ગોયલ, કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજકુમાર આનંદ, રાજૌરી ગાર્ડનમાંથી સરદાર મનજીન્દર સિંહ સિરસા, જનકપુરીથી આશિષ સૂદ, બિજવાસન સીટ પરથી કૈલાશ ગેહલોતને ટિકિટ આપવામાં આવી છે.

(1:48 PM IST)