તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
હવે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ફાયરીંગ : ૪ને ઇજા

વોશિંગ્ટન : અમેરિકામાં ટ્રક દ્વારા કચડી નાખવાની ઘટના બાદ હવે વોશિંગ્ટન ડીસીમાં ગોળીબારની ઘટના સામે આવી છે. શુક્રવારે (ત્રીજી જાન્યુઆરી) રાત્રે થયેલા ફાયરિંગ બાદ ૪ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. આ ફાયરિંગની ઘટના હેરી થોમસ વે નોર્થઈસ્ટના ૧૫૦૦ બ્લોકમાં બની હતી.
અમેરિકામાં આ પહેલા રે ન્યૂ ઓર્લિયન્સમાં ૪૨ વર્ષના શમ સુદીન નામના ટ્રક ચાલકે લોકોને કચડી નાખ્ય હતા. હુમલાખોરે નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક વડે હુમલો કર્યો, જેમાં ૧૫ લોકોના મળત્યું થયા હતા. જવાબી કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઠાર માર્યો હતો
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
