<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

દિલ્‍હી-એનસીઆરમાં વરસાદની શકયતાઃ આવતા અઠવાડીયે અનેક રાજયોમાં પારો ગગડશે

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ યુપી, બિહાર સહિતના રાજયોમાં કોલ્‍ડવેવ યથાવત

નવી દિલ્‍હી તા.૪: દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્‍ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્‍મુ અને કાશ્‍મીરમાં સર્જાયેલા બે પヘમિી ચક્રવાતને કારણે ઉતર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહયું છે. હવામાન વિભાગે જણાવ્‍યુ કે, શુક્રવારે દિલ્‍હીમાં પારો પણ નીચા સ્‍તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્‍તારોમાં લધુતમ તાપમાન ૪થી૯ ડિગ્રી સેલ્‍સિયસ વચ્‍ચે નોંધાયુ હતું. હવામાન વિભાગે શનિવારે આકાશ વાદળછાંયુ રહેવાની આગાહી કરી છે. જેના કારણે લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

આ સાથે આગામી ૪૮ કલાકમાં દિલ્‍હી NCRમાં વરસાદની સંભાવના છે.દિલ્‍હી NCRમાં હવામાન સંકટ ઘેરી બની રહ્યું છે. એક તરફ લઘુત્તમ તાપમાન ઘટીને ૭ ડિગ્રી સેલ્‍સિયસ થઈ ગયું છે, તો બીજી તરફ ધુમ્‍મસ અને ઝાકળને કારણે દિલ્‍હીમાં કંઈપણ જોવાનું અશકય બની ગયું છે. દિલ્‍હી સવારે અને સાંજે ગાઢ ધુમ્‍મસથી ઘેરાયેલું રહે છે. શુક્રવારે સવારે પાલમ સ્‍ટેશન પર વિઝિબિલિટી શૂન્‍ય મીટર પર પહોંચી ગઈ હતી. શુક્રવારે જ સાંજે ગાઢ ધુમ્‍મસના કારણે IGI એરપોર્ટ પર ઘણી ફ્‌લાઈટ્‍સ કેન્‍સલ કરવી પડી હતી. ખરાબ હવામાનને કારણે દિલ્‍હી એરપોર્ટ પર ૪૦૦થી વધુ ફ્‌લાઈટ્‍સનું સંચાલન મોડું થયું હતું.

હવામાન વિભાગે કહ્યું કે, આગામી ૪૮ કલાકમાં દિલ્‍હી NCRમાં વરસાદની સંભાવના છે. આજે એટલે કે શનિવારે આકાશ વાદળછાયું રહી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્‍હી-એનસીઆર, પશ્ચિમ

રાજસ્‍થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ

બંગાળના રાજ્‍યોમાં ગાઢ ધુમ્‍મસ ચાલુ છે. આ રાજ્‍યોમાં ધુમ્‍મસમાંથી રાહત મળવાની હાલ કોઈ શકયતા નથી. આગામી સપ્તાહ દરમિયાન આવી જ સ્‍થિતિ જળવાઈ રહેશે. તેમજ હવામાન વિભાગમાં કોલ્‍ડ ડેનું એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પヘમિ ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્‍હીના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે. જોકે સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે પરંતુ હવામાન વિભાગે તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં પણ શીત લહેર આવવાની સંભાવના વ્‍યક્‍ત કરી છે.

હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહ દેશમાં ખૂબ જ મહત્‍વપૂર્ણ રહેવાનું છે. દેશના ઘણા રાજ્‍યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. ઝાકળ અને ધુમ્‍મસ પણ હવામાનમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બિહાર, મધ્‍યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન ૧ થી ૩ ડિગ્રી સેલ્‍સિયસ વચ્‍ચે ઘટી શકે છે. ગુજરાત સબ હિમાલયન વિભાગ, પヘમિ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને જોતા જમ્‍મુ-કાશ્‍મીર, મધ્‍ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રી સેલ્‍સિયસનો વધારો થઈ શકે છે.

(3:16 PM IST)