<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

અંતિમ યાત્રામાં નોટોનો વરસાદ : પિતાના મોત બાદ પુત્રએ કર્યો ડાન્‍સ

ડીજે વગાડવામાં આવ્‍યું હતું અને સ્‍મશાનમાં ડાન્‍સ કરીને પિતાને વિદાય આપી હતી આ લગ્ન નહીં, સ્‍મશાન યાત્રા છે ! એક પુત્રએ પિતાની અનોખી અંતિમયાત્રા કાઢી હતી

સુલતાનપુર, તા.૪: લોકોની અંતિમ યાત્રા હંમેશા ભારે ઉદાસી અને દુઃખ સાથે કાઢવામાં આવે છે. પ્રિયજનથી છૂટા પડવાના દુઃખને કારણે લોકો ઘણા દિવસો કે, વર્ષો સુધી ખુશીની ઉજવણી કરવાનું વિચારી પણ શકતા નથી. પરંતુ સુલતાનપુર શહેરમાં એક વળદ્ધની અંતિમ યાત્રા તેમના પુત્રએ ભારે ધામધૂમથી કરી હતી. યાત્રા દરમિયાન ડ્રમ અને ડીજે વગાડવામાં આવ્‍યા હતા. એટલું જ નહીં પરંતુ લોકોએ જોરશોરથી ડાન્‍સ પણ કર્યો હતો. પુત્રએ લોકો પર ચલણી નોટો પણ ઉડાવી હતી. મળતકના પુત્રએ કહયું કે, છેલ્લી વિદાય રડીને ન કરવી જોઈએ, કારણ કે રડવાથી વ્‍યક્‍તિના આત્‍માને દુઃખ થાય છે.

સુલતાનપુરના એક પુત્રએ સ્‍મશાનમાં પિતાના મળત્‍યુની ઉજવણી કરી હતી. તેણે નિશાન ઘાટ પર તેના મિત્રો સાથે ડાન્‍સ પણ કર્યો હતો. શહેરમાં ડીજે વગાડી અને બેન્‍ડ વગાડીને અંતિમયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અંતિમ યાત્રાની આ અનોખી શૈલી જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. દુર્ગાપુર વિસ્‍તારના રહેવાસી શ્રીરામના પિતા રામકિશોર મિશ્રાનું અવસાન થયું હતું. રામ કિશોરના મળત્‍યુ પર, જેઓ ૮૦ વર્ષથી વધુ વયના હતા, તેમના પુત્ર શ્રી રામે બેન્‍ડ વગાડતા અને ઉજવણી સાથે અંતિમ સંસ્‍કાર કર્યા હતા. અંતિમ યાત્રા સ્‍મશાનમાં પહોંચતા જ પુત્રએ તેના મિત્રો સાથે ડાન્‍સ કર્યો અને પૈસાની ઉડાડયા હતા.આ દરમિયાન, એક ડઝનથી વધુ લોકો ડીજેની ધૂન પર નાચતા જોવા મળ્‍યા હતા. બેન્‍ડ વગાડયું અને તેમના સમર્થકો અને સાથીઓ આખા શહેરમાં નાચતા જોવા મળ્‍યા હતા. એટલું જ નહીં, ઢોલ વગાડતાલોકોના માથા પર ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો. ૧૨મીએ એટલે કે અંતિમ સંસ્‍કારના બેસણામાં પણ લોકોને બેન્‍ડ સાથે ભોજન પીરસવામાં આવ્‍યું હતું. પરિવાર અને પરિવારના સભ્‍યો પણ નાચતા અને મળત્‍યુની ઉજવણી કરતા જોવા મળ્‍યા હતા. મળતકના પુત્ર શ્રી રામે કહ્‍યું કે, અંતિમ વિદાય રડીને ન કરવી જોઈએ. રડવાથી જતી વ્‍યક્‍તિના આત્‍માને દુઃખ થાય છે. આ પણ જીવનનો ઉત્‍સવ છે અને આ રીતે ઉજવવો જોઈએ

(3:40 PM IST)