તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
રાજગોપાલ ચિદમ્બરમનું નિધનઃ પરમાણુ પરિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવેલ
ભારતના સીનીયર વૈજ્ઞાનિક

નવી દિલ્હી, તા.૪: દેશના સીનિયર પરમાણુ વૈજ્ઞાનિક રાજગોપાલ ચિદમ્બરમનું નિધન થયું છે. તે ૮૮ વર્ષના હતા. આર.ચિદમ્બરમે ૧૯૭૫ અને ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરમાણુ ઊર્જા વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી છે.
પરમાણુ હથિયાર કાર્યક્રમ સાથે જોડાયેલા ચિદમ્બરમે સવારે ૩.૨૦ વાગ્યે મુંબઇની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આર.ચિદમ્બરમે પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના રૂપમાં પોતાની સેવાઓ આપી હતી. ચિદમ્બરમને ૧૯૭૫ અને ૧૯૯૯માં અનુક્રમે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
