<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ચીનના ફુડ માર્કેટમાં ભીષણ આગ ભભૂકી : 8 લોકો જીવતા ભૂંજાયા; 15 લોકોની હાલત

ઝાંગજિયાકો શહેરમાં થયેલી દુર્ઘટનાના કારણે બજારમાં ભારે તબાહી મચી ગઈ

ચીનના ઉત્તરી શહેર ઝાંગજિયાકોઉના એક ફુડ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિન્હુઆ સમાચાર એન્જસીએ એક સરકારી અધિકારીને ટાંકીને કહ્યું કે આગ શનિવારે બપોરે બે વાગ્યાની આસપાસ લાગી હતી. જે હાલ બુઝાઈ ગઈ છે.

ઝાંગજિયાકો શહેરમાં થયેલી દુર્ઘટનાના કારણે બજારમાં ભારે તબાહી મચી ગઈ હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ગેસની બોટલોથી લઈને માંસને કાઢવા માટે ઉપયોગમાં લેનાર કોલસા અને છોડેલી સિગારેટસુધી હોઈ શકે છે. જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભૂગર્ભ ગેસ લાઈનો પણ આગ અને વિસ્ફોટો માટે જવાબદાર હોઈ શકે છે.

હાલ ચીનનો પ્રતિષ્ઠિત એર શો હાલમાં ઝુહાઈમાં ચાલી રહ્યો છે. જેના કારણે શહેરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ હાઈપ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન 62 વર્ષીય ડ્રાઈવર બેકાબુ વાહન લઈને ભીડમાં ઘુસી ગયો હતો, જેમાં 35 લોકોના મોત થયા હતા.

(7:26 PM IST)