તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 4th January 2025
હવે વિશ્વના વિનાશની શરૂઆત થશે : ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો; અનેક દેશો આર્થિક રીતે તબાહ થશે : બાબા વેંગાની ભયાનક ભવિષ્યવાણી
2025માં યુરોપમાં ભીષણ યુદ્ધથી વ્યાપક વિનાશ થશે. 5079 સુધીમાં ધરતી પરથી માનવતાનો નાશ થશે: માનવીનો સામનો એલિયન્સ સાથે થઈ શકે

નવી દિલ્હી : વિશ્વમાં એવા કેટલાક લોકો છે, જે પોતે ભવિષ્ય જોઈ શકતા હોવાનો દાવો કરી રહ્યા છે. આવી જ એક બલ્ગેરિયન મહિલા બાબા વેંગા પણ છે, જે પોતાની ભવિષ્યવાણીઓને લઈને જાણીતી છે. બાબા વેંગાએ 2025ના વર્ષ માટે પણ વર્ષો પહેલા આગાહી કરી દીધી છે.
દ્રષ્ટિહીન બાબા વેંગાનું 1996માં જ અવસાન થઈ ચૂક્યું છે. આમ છતાં આજે પણ લોકો તેની ભવિષ્યવાણીએ પર વિશ્વાસ કરે છે. આજે અમે આપને 2025માં બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી કેટલીક ડરામણી ભવિષ્યવાણી વિશે જણાવીશું.
બાબા વેંગાએ કરેલી ભવિષ્યવાણી અનુસાર, આ વર્ષમાં 2025માં યુરોપમાં ભીષણ જંગ થઈ શકે છે. આ યુદ્ધ વ્યાપક વિનાશ વેરશે અને જાનમાલને પણ મોટું નુકસાન પહોંચાડશે. 2025થી જ વિશ્વના વિનાશની શરૂઆત થઈ જશે અને 5079 સુધીમાં ધરતી પરથી માનવતાનો નાશ થઈ જશે.
બાબા વેંગાએ દાવો કર્યો છે કે, એલિયન્સ ધરતી પર પોતાની હાજરી પુરાવશે. બાબા વેંગા ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે, માનવીનો સામનો એલિયન્સ સાથે થઈ શકે છે. આ ભવિષ્યવાણીના પગલે ફરીથી પૃથ્વી પર એલિયન્સના અસ્તિત્વની ચર્ચાએ જોર પકડ્યું છે.
બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણી પર નજર નાંખીએ તો, 2028માં માનવી શુક્ર પર પહોંચી જશે. 2033માં ક્લાઈમેટ ચેન્જના કારણે દરિયા કિનારે મોટી હલચલ થશે. 2043ના વર્ષમાં યુરોપમાં ઈસ્લામ ધર્મનું પ્રભુત્વ હશે. 2046માં તબીબી ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. 2100ના વર્ષમાં કુત્રિમ સૂર્યનું સર્જન થશે
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
