<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

યુપીમાં રાજકીય ગરમાવો : અનુપ્રિયા પટેલ અને આશિષ પટેલની દિલ્હીમાં જેપી નડ્ડા સાથે મુલાકાત

યોગી સરકારમાં ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક થઈ

 નવી દિલ્હી : એનડીએમાં ભાજપના સાથી પક્ષ અપના દળના નેતા અનુપ્રિયા પટેલ અને ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી એવા તેમના પતિ આશિષ પટેલ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્યની યોગી સરકારમાં ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. 2 દિવસ પહેલા જ અનુપ્રિયા અને આશિષ પટેલે યુપીની યોગી સરકાર પર સીધો પ્રહાર કર્યો હતો.

(8:36 PM IST)