હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તમિલનાડુમાં પાણીપુરી વેચનારને GST વિભાગે ફટકારી નોટીસ :દર વર્ષે કમાઈ છે લાખો રૂપિયા !!
જારી કરાયેલ સમન્સનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ:તમિલનાડુ GST એક્ટ અને સેન્ટ્રલ GST એક્ટની કલમ 70ની જોગવાઈઓ હેઠળ જારી કરાયો

તમિલનાડુના પાણીપુરી વેચનારની કમાણીએ સૌને ચોંકાવી દીધા. ખાસ કરીને પાણીપુરી વેચનારને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નોટિસ મોકલવામાં આવી ત્યારે આ મુદ્દે ચર્ચાએ જોર પકડયું હતું. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમિલનાડુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ અને સેન્ટ્રલ GST એક્ટની કલમ 70ની જોગવાઈઓ હેઠળ 17 ડિસેમ્બર, 2024ના રોજ જારી કરાયેલા સમન્સનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોલગપ્પા વેચનારને રૂબરૂ હાજર રહીને દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
રિપોર્ટમાં જોવા મળેલા સમન્સમાં, પાણીપુરી વેચનારને કહેવામાં આવ્યું છે કે, 'Razorpay અને PhonePe તરફથી મળેલા રિપોર્ટના આધારે તમને ગુડ્સ કે સર્વિસિસના આઉટવર્ડ સપ્લાય માટે અને વર્ષ 2021-22, 2022-23 માટે UPI પેમેન્ટ્સ મળ્યા છે. અને 2023-24 માટે મળેલી ચૂકવણી નીચે આપેલ છે. તેમાં 2023-24માં તમને 40 લાખ રુપિયા મળ્યા હોય તેવું દેખાય છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સે અનુમાન કર્યું હતું કે ટેક્સ-ચોરી નોટિસ સ્ટ્રીટ ફૂડ બિઝનેસને ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ તરીકે ઉપયોગ કરવાથી નિરુત્સાહિત કરશે. આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કમેન્ટ કરી, એક યુઝરે લખ્યું, 40 લાખ રૂપિયાની વાર્ષિક આવક એવરેજ એન્જિનિયર અથવા પ્રોફેસરની આવક કરતાં વધુ હતી.
એક એક્સ યૂઝરે કહ્યું…'તેને 40 લાખ રૂપિયાની રકમ મળી છે અને આ તેની આવક હોઈ શકે કે ન પણ હોય.
અગાઉ પણ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મસાલેદાર કચોરી વેચતા શેરી વિક્રેતા પર GST વિભાગ દ્વારા વાર્ષિક 60 લાખ રૂપિયાની કમાણી અને કરચોરીના આરોપસર દરોડા પાડવામાં આવ્યા હતા. વરિષ્ઠ ટેક્સ અધિકારીઓએ GST નોંધણી વિના રોકડ વ્યવહારો કરીને રોડસાઇડ સ્ટોલ પર મોટા પાયે કરચોરીનો આરોપ મૂક્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
