હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભીવંડીમાં બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ : ચોતરફ અંધાધૂંધી
-તમામ લોકોને ભભૂતિ આપશે:ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલા સ્ત્રીઓ અને પછી પુરુષો આવશે તેમ કહ્યું હતું.: સ્ટેજ પર જવાની ઉતાવળમાં ભીડ અચાનક બેકાબૂ થઈ

મહારાષ્ટ્રના ભિવંડીના માનકોલી નાકા ખાતે બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ત્યાં લોકોની ભારે ભીડ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી માનકોલી વિસ્તાર પાસે આવેલી ઈન્ડિયન ઓઈલ કંપનીમાં સત્સંગ કરવા આવ્યા હતા. તેમણે અહીં લોકોને કથા કહી હતી.
આ પછી બાગેશ્વર ધામ મહારાજે કહ્યું કે તેઓ તમામ ભક્તોને ભભૂતિ આપશે. એક પછી એક લોકો તેમની પાસે આવ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પહેલા સ્ત્રીઓ અને પછી પુરુષો આવશે તેમ કહ્યું હતું. જો કે સ્ટેજ પર જવાની ઉતાવળમાં ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. ભભૂતિ મેળવવા માટે સૌ એકસાથે આગળ વધવા લાગ્યા હતા.
સ્ટેજની આસપાસ ઉભેલા સુરક્ષાકર્મીઓએ લોકોને સ્ટેજથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક મહિલાઓને સ્ટેજ પર બેસાડવામાં આવી હતી. નાસભાગને કારણે ચારેબાજુ બૂમો પડી ગઈ હતી. બેકાબૂ ભીડને જોઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પરથી ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. તાજેતરમાં બાબા બાગેશ્વર દ્વારા સનાતન હિન્દુ એકતા પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
