<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણઃ ૪ નું એકાઉન્‍ટરઃ એક હેડ કોન્‍સ્‍ટેબલ શહિદ

સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું

બસ્તર,પ: છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)નો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પરના દક્ષિણ અબુઝહમાદ જંગલમાં શનિવારે સાંજે જ્યારે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)નો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પરના દક્ષિણ અબુઝહમાદ જંગલમાં શનિવારે સાંજે જ્યારે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

શનિવારે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા પછી, સ્થળ પરથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એકે-47 રાઇફલ્સ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ્સ (SLR) સહિત સ્વચાલિત હથિયારો મળી આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યું હતું કે શુક્રવારે દક્ષિણી અબુઝમાદ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને DRG દળોને નારાયણપુર, દંતેવાડા, કોંડાગાંવ અને બસ્તર જિલ્લામાંથી ઓપરેશન પર મોકલવામાં આવ્યા હતા.

સૈનિકોએ નદીઓ અને નાળાઓ પાર કરીને જંગલની અંદર કેટલાય કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું. જવાનોને જોઈને નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાનો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. શનિવાર સાંજથી અવાર-નવાર અથડામણ થઈ રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

(11:02 AM IST)