હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપનો વિશ્વાસ ટ્રીપલ ડાઉન વિકાસઃ આ પધ્ધતિથી સમાજમાં અસમાનતા વધેઃ રાહુલ ગાંધી
આઇઆઇટી મદ્રાસ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિરોધ પક્ષના નેતાએ કરી વાતચીતઃ કોંગ્રેસ-ભાજપના અભિગમ અંગે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી : કોંગ્રેસ સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એ શનિવારે IIT મદ્રાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કોંગ્રેસ અને ભાજપના અભિગમમાં તફાવત સ્પષ્ટ કર્યો હતો. આ દરમિયાન, તેમણે કહ્યું કે, કોંગ્રેસ માને છે કે સંસાધનોનું વિતરણ વધુ સમાન રીતે થવું જોઈએ અને વિકાસ વધુ વ્યાપક અને સમાવેશી હોવો જોઈએ. ભાજપનો અભિગમ “ટ્રિપલ-ડાઉન” વિકાસ પર આધારિત છે, જેનો અર્થ છે કે વિકાસના લાભો ઉચ્ચ વર્ગમાંથી નીચે સુધી વહે છે.
રાહુલે ભાજપના વિકાસ વિઝન પર ટિપ્પણી કરતા કહ્યું કે, “ભાજપનો વિશ્વાસ ‘ટ્રિપલ ડાઉન’ વિકાસમાં છે.” તેમણે કહ્યું કે, આ પદ્ધતિથી સમાજમાં અસમાનતા વધે છે જ્યારે કોંગ્રેસનો ઉદ્દેશ્ય સમાજને વધુ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ બનાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, જો સમાજમાં સંઘર્ષ ઓછો થાય અને લોકો એકબીજા સાથે સારી રીતે જોડાય તો તે દેશ માટે પણ ફાયદાકારક રહેશે.
રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય સંબંધોના સંદર્ભમાં પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, બંને પક્ષોના અભિગમમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ અન્ય દેશો સાથે તેમના સંબંધો સમાન રહેશે. આ ઉપરાંત, તેમણે શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે, સરકારોએ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વધુ ખર્ચ કરવો જોઈએ જે તેઓ ખાનગીકરણ અને નાણાકીય પ્રોત્સાહનો દ્વારા પ્રાપ્ત કરી શકતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, શિક્ષણમાં ગુણવત્તા અને સમાનતા સુનિશ્ચિત કરવા માટે સરકારોએ તેમાં સીધું રોકાણ કરવું પડશે જેથી કરીને દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તા, સમાન અને સમાવેશી શિક્ષણ મળી શકે. આ રોકાણ માત્ર શિક્ષણનું સ્તર સુધરશે નહીં પરંતુ તમામ વર્ગો વચ્ચે સમાન તકો પણ ઊભી કરશે.
શિક્ષણની વ્યાખ્યા અંગે ચર્ચા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સંવાદમાં વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દી સિવાય અન્ય માર્ગો અપનાવવા પ્રેરિત કરવા જોઈએ જેમ કે ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ. તેમણે એમ પણ કહ્યું કે, ભારતને સાચા વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે સંશોધન, નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
રાહુલ ગાંધીએ બાળકોને ઈનોવેશન માટે પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વાસ્તવિક નવીનતા ત્યારે થાય છે જ્યારે બાળકો તેમની કુશળતાનો વ્યાવસાયિક ઉપયોગ કરે છે. તેમણે એમ પણ કહ્યું, “જો આપણે સંશોધન અને વિકાસમાં નાણાંનું રોકાણ કરીએ છીએ, પરંતુ ઉત્પાદન પર કામ નથી કરતા, તો તે માત્ર એક ખર્ચ હશે.”









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
