<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

પત્નીનું હતું અફેરઃ સંતાઈને પ્રેમીને મળવા જતીઃ પતિએ બંનેને મોતને ઘાટ ઉતાર્યા

સ્‍થાનના બારન જીલ્‍લાના નાનકડા ડબલ મર્ડરથી ખળભળાટઃ ગણેશ મેવાડાની ધરપકડ

બારન:  રાજસ્‍થાનના બારન જિલ્લાના ધાકડખેડી ગામમાં ડબલ મર્ડરની ઘટના થી ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ બાબતનો ખુલાસો કરતાં મૃતક મહિલાના પતિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે મહિલાના પતિએ તેની પત્ની અને તેની પત્નીના પ્રેમીની હત્યા કરી હતી.

બારનના પોલીસ અધિક્ષક રાજ કુમાર ચૌધરીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી ગણેશ મેવાડાએ જણાવ્યું કે તેના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી બે બાળકો થયા હતા. એક વર્ષથી પત્ની રિંકીનું કોટાના રહેવાસી ગૌરવ હાડા સાથે અફેર હતું.

ગૌરવને ધાકડખેડી ગામમાં સંબંધીઓ હતા. આ કારણે તે અવારનવાર આવતો-જતો રહેતો હતો. રિંકી અને ગૌરવ બંને એકબીજાને મળતા રહ્યાં. ગણેશે જણાવ્યું કે રિંકી ખોટું બોલીને ગૌરવને મળવા કોટા જતી હતી. આરોપી ગણેશે કહ્યું કે ગૌરવ મને કેટલાક દિવસોથી સતત ધમકી આપી રહ્યો હતો કે તે રિંકીને પોતાની સાથે રાખશે. તેણી મને પ્રેમ કરે છે. આ વાત ગણેશને પરેશાન કરતી હતી.

1 જાન્યુઆરીએ ગૌરવે ફોન કરીને કહ્યું હતું કે હું રિન્કીને લેવા આવું છું. તે દિવસે ગૌરવ હાડા અને તેના ત્રણ સાથીદારો રાત્રીના 12 વાગે બાઇક પર ધક્કરખેડી આવ્યા હતા. ગૌરવના મિત્રો ગામની બહાર રોકાયા હતા. ગૌરવ તેમને કહીને આવ્યો હતો કે હું ફોન કરું ત્યારે તમે લોકો ગણેશના ઘરે આવજો.

ગણેશે તે દિવસે ગૌરવની હત્યા કરવાનો પ્લાન પહેલેથી જ બનાવી લીધો હતો. ગણેશ ગૌરવને ઘરે બોલાવે છે કે તે અંગત બાબત છે. બંને બેસીને વાતો કરશે. ગૌરવ અંદર ગયો ત્યારે ગણેશે તિક્ષ્ણ હથિયાર વડે ગૌરવના માથા પર હુમલો કર્યો હતો. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો.

જ્યારે રિંકીએ ગૌરવને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગણેશે તેના ગળા અને શરીર પર હુમલો કર્યો હતો. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. થોડા સમય સુધી ગૌરવ ન આવતાં તેના ત્રણ સાથી કોટા ભાગી ગયા હતા. તેણે તેના પરિવારના સભ્યોને પણ આ વાત કહી ન હતી.

બંનેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ કોટાના રહેવાસી ગૌરવ હાડા તરીકે થઈ છે. બીજા દિવસે સવારે મૃતકના ભાઈ પ્રિયાંશુ હાડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(12:59 PM IST)