<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશઃ ત્રણ મોત : જુઓ વિડિઓ

ઘણા લોકો ઘાયલઃ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાઃ કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ

પોરબંદરઃ આજે સવારે પોરબંદરમાં આવેલા કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની  છે. કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ  થતા  ત્રણ લોકોના મોત થયા છે. તો અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.

આ બનાવ બે મહિના પહેલા સમુદ્રમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થયા પછી આવ્યો છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

કોસ્ટગાર્ડના એર એન્ક્લેવ પર હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામી સર્જાતા તે ક્રેશ થયુ હોઇ શકે છે. સાથે જ હેલિકોપ્ટરમાં બે પાયલટ અને અન્ય ત્રણ લોકો સવાર હોવાની માહિતી છે.

(3:09 PM IST)