હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હીઃ કોબ્રાનું નામ સાંભળતા જ લોકો ભાગી જાય છે. તેમજ ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે રમતા જોવા મળે છે. કેટલીકવાર તેમની આસપાસ રમવું તેમના જીવન માટે જોખમી બની જાય છે. આવો જ એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં કિંગ કોબ્રા પકડીને વિડિયો બનાવતો જોવા મળી રહ્યો છે. પરંતુ પાછળથી આવું કરવું તેના માટે ઘણું મોંઘું પડે છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ કેમેરાની સામે વાત કરી રહ્યો છે જ્યારે તેના હાથમાં ઝેરી કોબ્રા સાપ છે. વાત કરતી વખતે તે વ્યક્તિ અચાનક કોબ્રા સાપને કિસ કરવા લાગે છે. જેના કારણે કિંગ કોબ્રા ગુસ્સે થઈ જાય છે અને બદલામાં તે વ્યક્તિ પર હુમલો કરે છે અને તેને કપાળ પર કરડે છે. વિડિયોના કોમેન્ટ સેક્શનમાં માહિતી આપવામાં આવી છે કે આ વિડિયો ઉઝબેકિસ્તાનનો છે અને જે વ્યક્તિને કપાળ પર સાપે ડંખ માર્યો હતો તે બિલકુલ સુરક્ષિત છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM