<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

'મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા' ના નિવેદન આપી બોલીવુડ સિંગર અભિજીત ફસાયા

મુંબઇ:બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ દ્વારા ગાયેલા ગીતો લોકોને ખૂબ જ ગમે છે. પોતાના અવાજ માટે ફેમસ અભિજિત પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરવા માટે પણ જાણીતા છે. આ કારણે તે ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો પણ આપે છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિજીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. હવે પુણેના વકીલે તેમને આ મામલે નોટિસ મોકલી છે.

પૂણેના એક વકીલે અભિજિત ભટ્ટાચાર્યને મહાત્મા ગાંધી વિશે જે કહ્યું તેના પર તેમને કાનૂની નોટિસ મોકલી છે. વકીલ અસીમ સરોદેનું કહેવું છે કે, જો તેઓ તેમની ટિપ્પણી માટે લેખિતમાં માફી નહીં માંગે તો તેમની સામે ફોજદારી કેસ ચલાવવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગાયકે આવી ટિપ્પણી કરીને પોતાની હદ વટાવી દીધી છે. સિંગરે તેની હકીકતો તપાસવી જોઈએ કારણ કે 150 થી વધુ દેશોએ મહાત્મા ગાંધીના નામ પર પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યા છે.

અભિજીતે શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધી ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા. ભારત પહેલાથી જ ભારત હતું, પાકિસ્તાનનું સર્જન થયું હતું. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવા એ ભૂલ છે. અહીં રાષ્ટ્ર તે જન્મ આપનાર હતો, તે પિતા હતો, તે દાદા હતો… બધું સમાન હતું.

અભિજીત ભટ્ટાચાર્યએ મિથુન ચક્રવર્તી, વિજય આનંદ, આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન, સની દેઓલ, સંજય દત્ત, અક્ષય ખન્ના, અક્ષય કુમાર, હૃતિક રોશન, બોબી દેઓલ અને રણબીર કપૂર જેવા બોલિવૂડ કલાકારો માટે ગાયું છે.

(2:27 PM IST)