હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોરોનાથી કેટલો ખતરનાક છે HMPV વાયરસ? બાળકો અને વૃધ્ધોને કેટલો ખતરો ?

નવી દિલ્હીઃ ચીન તાજેતરમાં એક નવા વાયરસ HMPV સામે ઝુઝુમી રહે છે. છે જે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે ફ્લૂ અને કોવિડ-19 જેવા લક્ષણો ઉત્પન્ન થઈ રહ્યા છે.
રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સથી જાણવા મળે છે કે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કેટલાક લોકો દાવો કરે છે કે હોસ્પિટલો અને સ્મશાનઘાટો પર ભીડ છે.
ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે ઇન્ફલ્યુએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19 સહિતના ઘણા વાયરસ ફેલાઈ રહ્યા છે.એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ચીને કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે, જો કે તેની પુષ્ટિ થઈ નથી.
HMPV ફલૂ જેવા લક્ષણો માટે જાણીતું છે અને તે COVID-19 જેવા લક્ષણોનું કારણ પણ બની શકે છે. વાયરસના ફેલાવાની સાથે જ આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.'SARS-CoV-2 (COVID-19)' નામના એક એક્સ હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું: ચીન ઈન્ફલ્યુએન્ઝા એ, એચએમપીવી, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને કોવિડ-19 સહિત ઘણા વાયરસના પ્રકોપનો સામનો કરી રહ્યું છે, જેના લીધે હોસ્પિટલો અને સ્મશાનગૃહો પર ભીડ જોવા મળી રહી છે. બાળકોની હોસ્પિટલો ખાસ કરીને ન્યુમોનિયા અને 'વ્હાઈટ લંગ'ના વધતા કેસોને કારણે પરેશાન છે.
એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનની રોગ નિયંત્રણ પ્રાધિકરણે શુક્રવારે કહ્યું કે ન્યુમોનિયા પર દેખરેખ રાખવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં શિયાળા દરમિયાન શ્વાસ સંબંધી કેટલાક રોગોના કેસમાં વધારો થવાની આશંકા છે.
હ્યુમન મેટાપ્યુમોવાયરસ એ આરએનએ વાયરસ છે. તે ન્યુમોવાયરિડે પરિવારના મેટાપ્યુમોવાયરસ વર્ગથી જોડાયેલ છે. તે 2001 માં ડચ સંશોધક દ્વારા પ્રથમ વખત શોધાયો હતો. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 60 વર્ષથી અસ્તિત્વમાં છે. આ એક સામાન્ય શ્વસન સાથે જોડાયેલી સમસ્યા છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે. આ મુખ્યત્વે ખાંસી અને છીંકવાથી નીકળતા ટીપાંને કારણે ફેલાય છે. ચીનની સીડીસીની વેબસાઈટ અનુસાર, આ વાયરસનો સંક્રમણનો સમયગાળો 3 થી 5 દિવસનો છે. HMPV થી થનારી રોગપ્રતિકારક પ્રતિક્રિયા વારંવાર સંક્રમણને રોકવા માટે ખૂબ નબળી હોય છે.
બાળકો અને વૃદ્ધોને HMPV વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે. કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
