<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ કરી રજૂ

તમામ અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ -(SII) પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે

નવી દિલ્હી: વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનીવર્સીટીઝમાં આભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે ‘ઈ-સ્ટુડન્ટ વિઝા’ (e-student Visa) અને ‘ઈ-સ્ટુડન્ટ-એક્સ’ વિઝા (e-student Visa-X) રજૂ કર્યા છે અને તમામ અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ -(SII) પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. SII પોર્ટલ પર નોંધાયેલા પાત્ર વિદેશી વિદ્યાર્થીઓ ઈ-સ્ટુડન્ટ વિઝા સુવિધાનો લાભ લઈ શકે છે, જ્યારે ઈ-સ્ટુડન્ટ-X વિઝા ઈ-સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકોના આશ્રિતોને આપવામાં આવે છે.

ભારતમાં લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો માટે ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે SII પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે.

(4:07 PM IST)