હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
ઓયો તેની ભાગીદાર હોટલમાં અપરણીત યુગલોને પ્રવેશ નહીં આપેઃચેક-ઇન સમયે આપવા પડશે પુરાવા

નવી દિલ્હીઃ મોટી ટ્રાવેલ બુકિંગ કંપની OYOએ નવા વર્ષમાં નવા નિયમો લાગુ કર્યા. મેરઠથી શરૂ કરીને કંપનીએ ભાગીદાર હોટલ માટે નવી ચેક-ઇન નીતિ બનાવી કરી છે, જે મુજબ અપરિણીત યુગલોને હવે હોટલમાં ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જેમા તમામ યુગલોને ઓનલાઈન બુકિંગ સહિત ચેક-ઈન સમયે તેમના સંબંધોના કાનૂની પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે OYOએ તેની ભાગીદાર હોટલોને સ્થાનિક સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમની વિવેકબુદ્ધિના આધારે દંપતીના બુકિંગને સ્વીકારવા અથવા નકારવાનો અધિકાર આપ્યો છે.
OYOએ મેરઠમાં તેની ભાગીદાર હોટલોને આ નવી નીતિ તાત્કાલિક અસરથી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પોલિસીમાં ફેરફારથી વાકેફ લોકોએ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પરના ફીડબેકના આધારે કંપની તેને વધુ શહેરોમાં પણ લાગુ કરી શકે છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
