હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
8મીએ કેનેડામાં લિબરલ સાંસદોની બેઠક: જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ કરાશે?
કેનેડાના રાજકારણ ટૂંક સમયમાં મોટો ભૂકંપ આવશે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પોપ્યુલારિટી ઘટી રહી છે. એમની જ પાર્ટીના લિબરલ સાંસદો તેમની સામે બળવો પોકારી રહ્યા છે.

નવી દિલ્હી :આગામી 8 જાન્યુઆરીના રોજ 'સ્પેશ્યિલ કૉકસ મીટિંગ' છે. આ બેઠકમાં લિબરલ સાંસદો તરફથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવા માટે બોલાવવામાં આવ્યા છે. બે લિબરલ સાંસદોએ કેનેડિયન પ્રેસને જણાવ્યું કે, આ બેઠક ઓટાવામાં યોજાશે. જેમાં ઉપસ્થિત લોકો વર્ચ્યુઅલ રીતે ભાગ લઈ શકશે.
મેનિટોબાના સાંસદ બેન કારે શુક્રવારના રોજ સોશિયલ મીડિયા પર એક પત્ર શેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રુડોને રાજીનામું આપતા જોવા માંગે છે.
કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર દ્વારા નવા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. હાલમાં, કેનેડા પોતાના ઈમિગ્રેશન કેસોના બેકલોગને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને આ માટે તેમને માતા-પિતા અને દાદા-દાદીની કાયમી રહેઠાણની સ્પોન્સરશિપ માટે નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવી દીધું છે.
આ મામલે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના હેમંત શાહે જણાવ્યું કે, આ શોકિંગ છે કે આજ લિબરલ સરકાર ફેમિલી રિયૂનિફેકશનમાં ખૂબ જ સપોર્ટ કરતી હતી. એને જ આ કાયદાઓ ચેન્જ કર્યા છે. આ કાયદાઓ બદલાવાથી ગુજરાતી વિદ્યાર્થીઓને અસર પડવાની છે અને પડવાની છે. નવી ઇમિગ્રન્ટને પણ અસર પડવાની છે.
તેમને વધુમાં જણાવ્યું કે, કેનેડાના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. કેનેડાના રાજકારણ ટૂંક સમયમાં મોટો ભૂકંપ આવશે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની પોપ્યુલારિટી ઘટી રહી છે. એમની જ પાર્ટીના લિબરલ સાંસદો તેમની સામે બળવો પોકારી રહ્યા છે. તેમને રાજીનામું આપવા માટે કહી રહ્યા છે. મને સૂત્રો પાસેથી સમાચાર મળ્યા છે કે, આગામી 8 જાન્યુઆરીના રોજ 'સ્પેશ્યિલ કૉકસ મીટિંગ' છે. આ બેઠકમાં લિબરલ સાંસદો તરફથી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાસેથી રાજીનામું માંગવામાં આવશે.
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન તરીકે રાજીનામું આપ્યું ત્યારથી વધુ સાંસદોએ ટ્રુડોને રાજીનામું આપવા માટે હાકલ કરી છે. તેમને ભવિષ્ય વિશે મૌન રહેવાનું ચાલુ રાખ્યું હોવાથી લિબરલ રાષ્ટ્રીય કૉકસ એક્ઝિક્યુટિવની શુક્રવારે બેઠક મળી હતી.
સાંસદો 27 જાન્યુઆરીએ ઓટાવા પાછા ફરવાના છે, અને ત્રણ મુખ્ય વિપક્ષી પક્ષો તેમની પ્રથમ તક પર સરકારને નીચે લાવવાની યોજના ધરાવે છે. કન્ઝર્વેટિવ્સ આવતા અઠવાડિયે પબ્લિક એકાઉન્ટ્સ કમિટિમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની યોજના ધરાવે છે જે 30 જાન્યુઆરીએ હાઉસ ઓફ કોમન્સમાં મતદાન માટે હોઈ શકે છે. કેનેડિયન પ્રેસ દ્વારા આ રિપોર્ટ જાન્યુઆરી 3, 2025 ના રોજ પ્રકાશિત થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
