<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

OYOએ નવા વર્ષમાં ચેક ઈનના નિયમો લાગુ કર્યા : અપરિણીત યુગલોને હવે હોટલમાં પ્રવેશ નહીં મળે

તમામ યુગલોને ઓનલાઈન બુકિંગ સહિત ચેક-ઈન સમયે તેમના સંબંધોના કાનૂની પુરાવા રજૂ કરવા પડશે

નવી દિલ્હી : મોટી ટ્રાવેલ બુકિંગ કંપની OYOએ નવા વર્ષમાં નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મેરઠથી શરૂ કરીને કંપનીએ ભાગીદાર હોટલ માટે નવી ચેક-ઇન નીતિ રજૂ કરી છે, જે મુજબ અપરિણીત યુગલોને હવે હોટલમાં ચેક-ઇન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં

સુધારેલી નીતિ હેઠળ, તમામ યુગલોને ઓનલાઈન બુકિંગ સહિત ચેક-ઈન સમયે તેમના સંબંધોના કાનૂની પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે OYOએ તેની ભાગીદાર હોટલોને સ્થાનિક સામાજિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમની વિવેકબુદ્ધિના આધારે દંપતીના બુકિંગને સ્વીકારવા અથવા નકારવાનો અધિકાર આપ્યો છે.

OYOએ મેરઠમાં તેની ભાગીદાર હોટલોને આ નવી નીતિ તાત્કાલિક અસરથી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. પોલિસીમાં ફેરફારથી વાકેફ લોકોએ કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પરના ફીડબેકના આધારે કંપની તેને વધુ શહેરોમાં પણ લાગુ કરી શકે છે.

તેમણે કહ્યું, “OYO ને પહેલેથી જ પ્રતિસાદ મળ્યો છે, ખાસ કરીને મેરઠના નાગરિક સમાજ જૂથો તરફથી તેમને આ સમસ્યાના ઉકેલ માટે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ સિવાય અન્ય કેટલાક શહેરોના લોકોએ પણ અપરિણીત યુગલોને OYO હોટલમાં ચેક-ઈન ન કરવા દેવા માટે અરજી કરી છે.”

(5:27 PM IST)