હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ઉપર જોવા મળ્યું શંકાસ્પદ ડ્રોન : સુરક્ષાને લઈને ઉઠયા સવાલો
ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું, 'મંદિરની ઉપર ડ્રોન ઉડાડવું ગેરકાયદેસર છે, તે બિલકુલ સ્વીકાર્ય નથી. સુરક્ષાનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે

પુરી : રવિવારે સવારે પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ઉપર ડ્રોન જોવા મળ્યા બાદ હંગામો મચી ગયો હતો. સવારે લગભગ 4:10 વાગ્યે ડ્રોન મંદિરની ઉપર જોવા મળ્યું હતું અને તે લગભગ અડધા કલાક સુધી મંદિર પર ફરતું રહ્યું હતું. જેના કારણે મંદિરની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
જગન્નાથ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે મંગળા અલાટી વિધિ દરમિયાન શ્રીમંદિર ઉપર ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. ડ્રોન શ્રી મંદિરના નીલચક્ર અને ધડીનૌટી ઉપર દેખાયું.
પોલીસ અધિયકારીએ કહ્યું કે, જગન્નાથ મંદિરની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઈંગ ઝોન છે. સુરક્ષાનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, 'પુરીના એસપીએ ટીમો બનાવી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. આશા છે કે ટૂંક સમયમાં સંબંધિત વ્યક્તિની ઓળખ થઈ જશે અને ડ્રોન જપ્ત કરવામાં આવશે. હરિચંદને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે સરકાર મંદિર સંકુલની આસપાસ સ્થિત વોચ ટાવર પર ચોવીસ કલાક પોલીસ જવાનોને તૈનાત કરવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે કોઈ વ્લોગરે આ ડ્રોન ઉડાડ્યું હશે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
