હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 5th January 2025
પત્ની દ્વારા ઘૂંઘટ ન કાઢવો એ ક્રૂરતા ન ગણાય અને છૂટાછેડાનો આધાર ન બની શકે: હાઇકોર્ટ
પતિએ લાજ ન કાઢવાને મુદ્દો ગણાવ્યો હતો: હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો

ગામડામાં વહુઓ દ્વારા ઘૂંઘટ કાઢવાનો રિવાજ છે. સામાન્ય ભાષામાં તેને લાજ કહેવાય છે કે લાજ કાઢવી. મોટાનું સન્માન રાખવા માટે વહુઓ દ્વારા લાજ કાઢવામાં આવતી હોય છે મહિલાઓ લાજ કાઢીને પણ બહાર જતી હોય છે. લાજ ન કાઢવી છૂટાછેડાનો આધાર બની શકે કે નહીં તેને લઈને હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે એક નિર્ણયમાં કહ્યું છે કે પત્ની દ્વારા ઘૂંઘટ ન કાઢવો એ ક્રૂરતા ન ગણાય અને છૂટાછેડાનો આધાર ન બની શકે. પતિએ લાજ ન કાઢવાને મુદ્દો ગણાવ્યો હતો.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
