<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

ભાજપ મહિલા વિરોધી. પ્રિયંકા ગાંધી અંગે રમેશ બિધુરીનું નિવેદન શરમજનક : સુપ્રિયા શ્રીનેત

સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને તેને કોઈ સજા ન મળી હોય તે બીજી શું અપેક્ષા રાખી શકે?

સુપ્રિયા શ્રીનેતે ભાજપને મહિલા વિરોધી ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધીજી અંગે રમેશ બિધુરીનું નિવેદન માત્ર શરમજનક જ નથી પરંતુ મહિલાઓ પ્રત્યેની તેમની દુષ્ટ માનસિકતા દર્શાવે છે, પરંતુ જે વ્યક્તિએ ગૃહમાં પોતાના સાથી સાંસદ સાથે દુર્વ્યવહાર કર્યો હોય અને તેને કોઈ સજા ન મળી હોય તે બીજી શું અપેક્ષા રાખી શકે? આ છે ભાજપનો અસલી ચહેરો. બિધુરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ કાલકાજીના રસ્તા પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવવામાં આવશે.


 

(10:48 PM IST)