<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

પુણેમાં ૩-૪-૫ જાન્યુઆરી આર્મી-મેળામા રોબોટિક ડૉગ્સનું આકર્ષણ

મોટી સંખ્યામાં નગરજનોએ આ પ્રદર્શન નિહાળી શસ્ત્રોની માહિતી મેળવવામાં રસ દાખવ્યો

પુણે: આર્મી ડે પરેડ અંતર્ગત ઇન્ડિયન આર્મી દ્વારા પુણેની રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટફૅમાં તા.૩ થી ૫  જાન્યુઆરી ત્રણ દિવસના આર્મી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારતીય બનાવટની અધતન ટેકનોલોજી સાથેના શસ્ત્રો, સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ, ડ્રોન અને રોબોટિક ડૉગ્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કર્યું હતું. આ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૯-૦૦ થી સાંજના ૫-૦૦ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પુણેના મોટી સંખ્યામાં નગરજનોએ આ પ્રદર્શન નિહાળી શસ્ત્રોની માહિતી મેળવવામાં રસ દાખવ્યો હતો. તેમાં સૌથી આકર્ષિત રોબોટિક ડૉગ્સનું રહ્યું હતું.

(12:06 AM IST)