News of Monday, 6th January 2025
ડોલર કે પાઉન્ડ નહીં પણ કુવૈતી દિનાર છે વિશ્વની સૌથી મોંઘી કરન્સી
૧ કુવૈતી દિનારમાં હાલ લગભગ ૨૬૭ રૂપિયામાં ખરીદી શકાય છેઃ બીજા નંબર પર બહેરીની દિનાર છે : ઓમાની રિયાલ આ યાદીમાં ત્રીજા નંબર પર : ડોલરથી તુલના કરીએ તો ૧ કુવૈતી દિનારથી તમે ૩.૨૫ ડોલર ખરીદી શકો છો : કુવૈત સૌથી મોટું તેલ નિકાસકારમાંથી એક છે : અહીંની બીજી સૌથી મોટી ઈન્ડસ્ટ્રી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ છે : કુવૈતની અડધી જીડીપી તેલ પર આધારિત છે

નવી દિલ્હી, તા.૬: સૌથી મોંઘી કરન્સીના મામલે કોઈ પણ પશ્ચિમ દેશથી કયાંય આગળ છે ખાડી પ્રદેશ. તેની કરેન્સી મજબૂત હોવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસન ભંડાર છે. આવો જાણીએ કે, દુનિયાની સૌથી મોંઘી કરેન્સી વિશે જેની આગળ તો ડોલર અને પાઉન્ડ પણ પાણી ભરે છે.
કુવૈતી દિનાર દુનિયાની સૌથી મોંઘી કરેન્સી છે. તેનું મૂલ્ય સમજવા માટે તેને રૂપિયાના સંદર્ભમાં સમજવું પડશે. ૧ કુવૈતી દિનારમાં હાલ લગભગ ૨૬૭ રૂપિયામાં ખરીદી શકાય છે. આ એક્સચેન્જ રેટ સતત બદલાતો રહે છે. તેની ડોલરથી તુલના કરીએ તો ૧ કુવૈતી દિનારથી તમે ૩.૨૫ ડોલર ખરીદી શકો છો. કુવૈત સૌથી મોટું તેલ નિકાસકારમાંથી એક છે. અહીંની બીજી સૌથી મોટી ઈન્ડસ્ટ્રી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ છે. કુવૈતની અડધી જીડીપી તેલ પર આધારિત છે.
આ યાદીમાં બીજા નંબર પર બહેરીની દિનાર છે. એક બહેરીની દિનારમાંથી ૨૧૭ રૂપિયા અને ૨.૬૫ ડોલરમાં ખરીદી શકાય છે. અહીંની અર્થવ્યવસ્થા પણ તેલ અને ગેસ પર નિર્ભર છે. આ સિવાય તે બેંકિંગ સેવાઓ માટે પણ જાણીતું છે. જોકે, સરકારની મહત્તમ આવક લગભગ ૮૫ ટકા તેલમાંથી જ આવે છે.
ઓમાની રિયાલ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તે પણ એક ખાડી પ્રદેશ અને પશ્ચિમી એશિયાનો હિસ્સો છે. અહીંની ઈકોનોમી પણ મુખ્ય રૂપથી નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલ પર આધારિત છે. સરકારની ૮૫ ટકા જેટલી આવક માત્ર તેલ અને ગેસમાંથી જ આવે છે. ૨૧૪ રૂપિયા અને ૨.૬૦ ડોલર ૧ ઓમાની રિયાલમાં ખરીદી શકાય છે.
જોર્ડનની દિનાર દુનિયાની ચોથી સૌથી મોંઘી કરેન્સી છે. એક પશ્ચિમ એશિયાનો એક છે જે જોર્ડનના કિનારે આવેલો છે. જોકે, આ દેશ આર્થિક રૂપથી તેટલો મજબૂત નથી. તેને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી ઘણી સહાયતા મળે છે. આ ઉપરાંત દુનિયાભરમાં ફેલાયેલા જોર્ડનના લોકો અહીં ફોરેન એક્સચેન્જ પ્રવાહમાં મદદ કરે છે. ટ્રેડ અને ફાઈનાન્સ અહીંની આવકનો મુખ્ય સ્ત્રોત છે. ૧ જોર્ડન દિનારમાં ૧૧૫.૫૨ રૂપિયા ખરીદી શકાય છે.
પાંચમાં સ્થાન પર પાઉન્ડ સ્ટર્લિંગ છે. આ યૂકેની કરેન્સી છે. યૂકે યુરોપીય મહાદ્વીપમાં સ્થિત છે. આમ કુલ ૪ દેશ છે. ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ. ૧ યૂકે પાઉન્ડ સ્ટર્લિંગમાં ૧૦૨ રૂપિયા ખરીદી શકાય છે. યૂકેને ૪ દેશોને રાજનીતિ સંગઠનના રૂપમાં સમજી શકાય છે. જેના પર ઈંગ્લેન્ડના મહારાજાનું શાસન છે. યૂકેની કમાણીનું મુખ્ય સાધન સેવા ક્ષેત્ર છે, જેમાં ફાઈનાન્સ, રિટેલ, મનોરંજન અને પર્યટન સામેલ છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
