News of Monday, 6th January 2025
કર્ણાટકમાં HMPV નો બીજો શંકાસ્પદ કેસ મળ્યો : ઇમર્જન્સી બેઠક બોલાવાઇ
કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું

નવી દિલ્હી : વિશ્વભરમાં કોવિડ-19 મહામારી બાદ HMPV નામના વાયરસનો ચીનમાં કહેર જોવા મળી રહ્યો છે. કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે કેસ શોધી કાઢ્યા છે. દેશભરમાં શ્વસન સંબંધી બિમારીઓ પર દેખરેખ રાખવા માટે ICMRના પ્રયાસોના ભાગરૂપે, બહુવિધ શ્વસન વાયરલ પેથોજેન્સ માટે નિયમિત દેખરેખ દ્વારા બંને કેસોની ઓળખ કરવામાં આવી હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ 3 મહિનાની બાળકી અને 8 મહિનાનું બાળક HMPV સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ધરાવતા. આ અંગે કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું હતુ.
ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. ચીનમાં ફરી એકવાર માસ્કનો યુગ પાછો ફર્યો છે. હજારો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે. વૃદ્ધો અને બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલોની બહાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે. બાળ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
