કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
જમ્મુ-કાશ્મીરનો પનેર ડેમ થીજી ગયોઃ પુલવામામાં નવું પર્યટન સ્થળ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૬: દક્ષિણ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં ત્રાલના શાંત જંગલોમાં બનેલ અને હવે ભયાનક ઠંડીના કારણે થીજી ગયેલ પનેર ડેમ એક નવા પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યો છે, જયાં રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવતા જોવા મળે છે. ત્રાલના તાલુકા મુખ્ય મથકથી લગભગ ૮ કીલોમીટર દૂર આવેલ. રાજસી પહાડોથી ઘેરાયેલ આ ડેમ પોતાની કુદરતી સૌંદર્યથી પર્યટકોને આકર્ષિક કરી રહ્યો છે. મૂળ તો ૧૯૭૧માં વરસાદ આધારિત વિસ્તારોને પાણી પુરૂં પાડવા બનાવાયેલ આ બંધ હવે એક પર્યટક સ્થળના રૂપમાં લોકોને આકર્ષિત કરી રહ્યો છે. સ્થાનિક લોકોમાં પનેર બંધ તરીકે જાણીતો આ ડેમ શિયાળા દરમ્યાન આજુબાજુના પહાડોનું વરસાદનું પાણી એકત્ર કરવા માટે આ વિસ્તારમાં બનાવાયો છે. આ જળાશય સપ્ટેમ્બર સુધી ક્રિસ્ટલ કલીયર પાણીથી ભરેલો હોય છે, ત્યારપછી તે સુકાવાનું શરૂ થાય છે. ઉનાળા દરમ્યાન આ ડેમ એક સુરમ્ય સરોવરમાં ફેરવાઇ જાય છે, જે ઘણાં પ્રવાસીઓને આકર્ષિક કરે છે. શિયાળામાં બંધનું પાણી જામીન જાય યછે જેથી તે એક શાનદાર થીજેલું સરોવર બની જાય છે. સ્થાનિક લોકો અને પર્યટકો બન્ને તે સમાન રીતે આકર્ષે છે. સ્થાપિત રહેવાસી તહસીન અહમદે જણાવ્યું કે હાલમાં વિભીન્ન વિસ્તારોમાંથી યુવાઓ અહીં ફોટા પાડવા અને સેલ્ફી લેવા આવી રહ્યા છે. નવી દિલ્હીની એક પર્યટક શહનાઝ અખ્તરે યૂ ટયુબ પર વીડીયો જોયા પછી પનેર બંધનો પ્રવાસ કર્યો હતો. તેને આ સ્થળ મંત્રમુગ્ધ કરનારૂં લાગ્યું અને તેને બીજાઓને આના આકર્ષણનો લાભ લેવા આગ્રહ કર્યો તેણે કહ્યું કે આ જગ્યા ખરેખર સુંદર છે. તેણીએ દેશવાસીઓને કાશ્મીર આવે ત્યારે અહીંની મુલાકાત લેવા પણ કહ્યુ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
