હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં HMPV વાઈરસના કેસ :બે બાળકો સંક્રમિત
બે બાળકો હ્યુમન મેટાપ્યુમોવાયરસથી સંક્રમિત જોવા મળ્યા ;હાલ બંને બાળકોની ચેન્નાઈ ખાતે સારવાર ચાલુ

નવી દિલ્હી :ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસે ભારતમાં પણ જોર પકડ્યું છે. બેંગલુરુ, ગુજરાત, બંગાળ બાદ હવે ચેન્નાઈમાં આ HMPV વાઈરસના બે નવા કેસ નોંધાયા છે. આ બે સહિત ભારતમાં અત્યાર સુધીમાં HMPVના કુલ 6 કેસ નોંધાયા છે. આ પહેલા બેંગલુરુમાંથી બે કેસ ગુજરાતમાં એક કેસ અને પશ્ચિમ બંગાળમાં એક કેસ નોંધાયો છે.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, બે બાળકો હ્યુમન મેટાપ્યુમોવાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. હાલ બંને બાળકોની ચેન્નાઈ ખાતે સારવાર ચાલી રહી છે. આ બંને કિસ્સા અલગ-અલગ હોસ્પિટલોમાંથી સામે આવી છે. હાલમાં અમે આ અંગે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ લોકોને ખાતરી આપતાં કહ્યું હતું કે 'આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.' ચીનમાં જોવા મળતાં આ વાઇરસની ભારતમાં પણ ઓળખ કરવામાં આવી છે, જ્યાં કર્ણાટક, કોલકાતા અને ગુજરાતમાં તેનાથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. મેડિકલ ઓફિસર સમગ્ર ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. મંત્રાલય પડોશી દેશમાં કેસોમાં સતત થઈ રહેલા વધારા પર પણ નજર રાખી રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
