હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી વિધાનસભા ચૂંટણીની ટૂંક સમયમાં થશે જાહેરાત : ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન થવાની શકયતા
રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ વચ્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ટૂંક સમયમાં વાગી શકે

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ અઠવાડિયે પણ આ જાહેરાત શક્ય છે. સમગ્ર દેશની નજર રાજધાનીની ચૂંટણી પર છે. એક તરફ સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે તો બીજી તરફ ભાજપ પણ મેદાનમાં છે. મતદાર યાદીમાં સુધારો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ના કાર્યાલયે પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ મોટા પ્રમાણમાં પૂર્ણ કરી લીધી છે.
જ્યારે 29 ઓક્ટોબરે મતદાર યાદી સુધારવા માટે વિશેષ સારાંશ સુધારણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સીઈઓ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં દિલ્હીમાં એક કરોડ 53 લાખ 57 હજાર 529 મતદારો હતા.
29 ઓક્ટોબરથી 28 નવેમ્બરની વચ્ચે લગભગ એક લાખ 32 હજાર લોકોએ મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી હતી
. 29 નવેમ્બરથી 30 ડિસેમ્બરની વચ્ચે મતદાર યાદીમાં નામના સમાવેશ માટે 4 લાખ 85 હજાર 624 અરજીઓ મળી હતી.]
યાદીમાં વિશેષ સારાંશ સુધારણા અભિયાન શરૂ થયા બાદ છ લાખ 17 હજાર 624 અરજીઓ મળી હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે દિલ્હીની તમામ 70 વિધાનસભા મતવિસ્તારો માટે સહાયક રિટર્નિંગ ઓફિસર (ARO) અને મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી (AERO) ની નિમણૂક કરી છે. ARO ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર (RO)ના કામમાં મદદ કરશે. eros ચૂંટણી નોંધણી અધિકારી (ERO)ને મદદ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
