<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પ્રવાસી ભારતીય દિવસ : વડાપ્રધાન ૮મીએ અને રાષ્ટ્રપતિ ૯મીએ ભુવનેશ્વર પહોંચશે

રાષ્ટ્રપતિ શુક્રવારે ૧૧-૪૦ વાગે કાર્યક્રમ સ્થળ પર પહોંચશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ સાથે મુલાકાત કરશે.

ભુવનેશ્વર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુમૅ ૧૮માં પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લેવા માટે અનુક્રમે ૮મી જાન્યુઆરી અને ૯મી જાન્યુઆરીએ ભુવનેશ્વર પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સામાં પ્રથમ વખત આ દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓરિસ્સાના મુખ્ય સચિવ મનોજ આહુજા એ કાર્યક્રમ માટે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમજ ખામીરહીત વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા હતા.

    કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા તા.૮ જાન્યુઆરી રાત્રે ૮-૦૦ વાગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી ભુવનેશ્વર એરપોર્ટ પહોંચશે. તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન ૯મી જાન્યુઆરી સવારે ૧૦-૦૦ વાગે જનતા મેદાન ખાતે કાર્યક્રમના ઉદ્ઘાટન તમારોહમાં હાજરી આપશે, અને તેઓ લગભગ ૧૧-૫૫ વાગે શહેરથી  પ્રસ્થાન કરશે. જ્યારે રાષ્ટ્રપતિ મુમૅનુ વિમાન ૪-૩૫ ની આસપાસ પહોંચશે. રાષ્ટ્રપતિ શુક્રવારે ૧૧-૪૦ વાગે કાર્યક્રમ સ્થળ પર પહોંચશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ સાથે મુલાકાત કરશે. સમાપન સત્ર દરમિયાન પ્રવાસી ભારતીય સન્માન પણ પ્રદાન કરશે. સાંજે ૫-૨૫ વાગે નવી દિલ્હી પરત ફરશે

(1:18 AM IST)