હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેનેડા અમેરિકાનું ૫૧મું રાજ્ય બને તેવું ઘણા લોકો ઈચ્છે છે: યુએસ અને કેનેડા એકબીજામાં ભળી જાય - મર્જ થાય તો તે કેટલું મહાન હશે ? ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના નવા પ્રમુખ બની રહેલ ડોનાલ્ડ ટ્રમ્પે, કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપેલ રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા, કહ્યું કે જો યુએસ અને કેનેડા એકબીજામાં ભળી જાય - મર્જ થાય તો તે કેટલું મહાન હશે. "કેનેડા અમેરિકાનું ૫૧મું રાજ્ય બને તેવું ઘણા લોકો ઈચ્છે છે." ટ્રમ્પે "ટ્રુથ" સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટમાં જણાવ્યું હતું.
"યુનાઇટેડ સ્ટેટ્સ હવે મોટાપાયે વેપાર ખાધ અને સબસિડી સહન કરી શકશે નહીં, કેનેડાએ તરતા શીખવાની જરૂર છે. જસ્ટિન ટ્રુડો આ જાણતા હતા અને રાજીનામું આપ્યું હતું
ટ્રમ્પે કહ્યું કે "જો કેનેડા યુ.એસ. સાથે ભળી જાય, તો કેનેડામાં કોઈ ટેરિફ નહીં હોય, કર ખૂબ જ નીચે જશે.
આ ઉપરાંત કેનેડા સતત તેમની આસપાસ રહેલા રશિયન અને ચાઇનીઝ જહાજોના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સાથે મળીશું તો કેટલું મહાન રાષ્ટ્ર બનશે !" તેમ અમેરિકાના નવા પ્રમુખ બની રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
