હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી વિધાનસભા ચુંટણીનો શંખનાદ આજે બપોરે ૨ના ટકોરે થશે
૭૦ વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચુંટણી યોજાવાની સંભાવના આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે : ૧ કરોડથી વધુ મતદારો કરશે મતદાન

નવી દિલ્હી, તા.૭: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. ચૂંટણીપંચ બપોરે ૨ વાગ્યે પત્રકાર પરિષદમાં તારીખોની જાહેરાત કરશે.
નોંધનીય છે કે, દિલ્હીની ૭૦ વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી એક તબક્કામાં થઈ શકે છે.
આ વખતે પણ આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાશે.
આ પહેલા ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ ૧ કરોડ ૫૫ લાખ ૨૪ હજાર ૮૫૮ મતદારો છે.
જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૮૩,૪૯,૬૪૫ છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા ૭૧,૭૩,૯૫૨ છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા ૧,૨૬૧ છે.
દિલ્હીમાં વર્ષ ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં મતદારોની સંખ્યામાં ૭.૨૬ લાખ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં ૩.૧૦ લાખનો વધારો થયો છે. ૨૦૨૦ની ચૂંટણી સમયે દિલ્હીમાં ૧.૪૭ કરોડ મતદારો હતા, જ્યારે ગયા વર્ષની લોકસભા ચૂંટણી સમયે દિલ્હીમાં મતદારોની સંખ્યા ૧.૫૨ કરોડથી વધુ હતી.
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ૭૦માંથી ૬૦થી વધુ બેઠક જીતીને સરકાર બનાવી રહી છે.
૨૦૧૫ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૬૭ બેઠક જીતી હતી. દિલ્હીના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઇ પાર્ટીએ આટલી બેઠક જીતી હતી.
બીજી તરફ ૨૦૨૦ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૬૨ બેઠક પર જીત મળી હતી. ભાજપે ૮ બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસ બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
