<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

દેશમાં HMPV વાયરસનો કહેર : નાગપુરમાં વધુ ૨ કેસ : કુલ ૮ કેસ

તમામ હોસ્‍પિટલોને એલર્ટ રહેવાનો આદેશ : સ્‍થિતિ ચિંતાજનક હોવાની કેન્‍દ્રની ખાતરી કેસ સતત વધતા દરેક રાજયોએ એડવાઇઝરી જાહેર કરી : લોકોમાં ફફડાટ

નવી દિલ્‍હી, તા.૭: દેશમાં HMPV એટલે કે હ્‍યુમન મેટાપ્‍યુમોવાયરસના કેસ સતત વધી રહ્‍યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૭ લોકો આ વાયરસનો શિકાર બન્‍યા છે. જેમાં બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. જો કે આ અંગે કેન્‍દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્‍થિતિ સર્જાશે નહીં.

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રી જેપી નડ્ડાએ એક વીડિયો સ્‍ટેટમેન્‍ટ જારી કરીને કહયું કે, આ વાઇરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહયા છીએ અને આ કોઈ નવો વાઇરસ નથી, તેની ઓળખ સૌથી પહેલા ૨૦૦૧માં થઈ હતી. અમે તેના પર નજર રાખી રહ્‍યા છીએ અને તમામ જરૂરી પગલાં અમે તૈયાર છીએ.કેન્‍દ્રીય મંત્રીએ આ વાયરસ અંગે કહયું હતું કે, તાજેતરના સમયમાં ચીનમાં ણ્‍પ્‍ભ્‍સ્‍ના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો છે. આના પર કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્‍ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્‍થિતિ પર ચાંપતી નજર રાખી રહયા છે. વર્લ્‌ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્‍યાન આપી રહ્‍યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે.

જેપી નડ્ડાએ સ્‍પષ્ટ કર્યું કે ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્‍ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્‍સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોઈપણ સામાન્‍ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો નથી.મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહયું કે, આ વાયરસ નવો નથી, તે પહેલા પણ દેખાઈ ચૂકયો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયે રાજ્‍યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.ચીનના વાયરસ એટલે કે HMPV વાયરસને લઈને ભારત પણ એલર્ટ મોડમાં છે. અત્‍યાર સુધી, ઉત્તર પ્રદેશમાં HMPVનો એક પણ કેસ મળ્‍યો નથી. જો કે રાજ્‍ય સરકાર આ અંગે સંપૂર્ણ રીતે સજાગ છે. સીએમ યોગી આદિત્‍યનાથ આજે સવારે ૧૧ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાને બેઠક કરશે. આ બેઠક નવા વાયરસને લઈને તૈયારી અને ચેતવણીને લઈને યોજાશે.

ણ્‍પ્‍ભ્‍સ્‍ ચેપના વધતા જતા કેસોને ધ્‍યાનમાં રાખીને દિલ્‍હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્‍યોએ એડવાઈઝરી જારી કરી છે. સાર્વજનિક સ્‍થળો પર સુરક્ષાના પગલાં વધારવામાં આવ્‍યા છે અને ટીમો પરિસ્‍થિતિ પર નજર રાખવા સક્રિય છે. સોશિયલ મીડિયા પર વાયરસને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્‍ચે, સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ એક વીડિયો સંદેશમાં ખાતરી આપી કે સરકાર સંપૂર્ણ રીતે સતર્ક છે અને તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

(1:05 PM IST)