હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગૌતમ અદાણીએ બનાવી એક નવી કંપની : થાઈલેન્ડ કનેક્શન : અદાણી એન્ટરપ્રાઈઝની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલએ થાઈલેન્ડની એક કંપની સાથે નવું જોઈન્ટ વેન્ચ બનાવ્યું
અદાણી પેટ્રોકેમિકલ્સ અને ઈન્ડોરમા બંને આ સંયુક્ત સાહસમાં 50-50 ટકા હિસ્સો ધરાવશે : વેલોર પેટ્રોકેમિકલ લિમિટેડની રચના રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ સેક્ટરમાં વિસ્તરણના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી

નવી દિલ્હી તા.૭ : ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી એન્ટરપ્રાઈઝની પેટાકંપની અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડે થાઈલેન્ડ સ્થિત ફર્મ ઈન્ડોરમા રિસોર્સિસ સાથે સોદો કર્યો છે અને તેના હેઠળ નવી કંપનીની રચના કરવામાં આવી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી શેર કરવામાં આવી છે. ચાલો જાણીએ ગૌતમ અદાણીની આ નવી કંપની શું કરશે?
થાઈ કંપની સાથે સંયુક્ત સાહસ
ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝની પેટાકંપનીએ થાઈલેન્ડની એક કંપની સાથે સંયુક્ત સાહસની રચના કરી છે અને તેનું નામ વેલોર પેટ્રોકેમિકલ્સ રાખવામાં આવ્યું છે. સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર અદાણી પેટ્રોકેમિકલ્સ અને ઈન્ડોરમા બંને આ સંયુક્ત સાહસમાં 50-50 ટકા હિસ્સો ધરાવશે.
અદાણીએ નવી કંપની કેમ બનાવી?
નોંધનીય છે કે અબજોપતિ ગૌતમ અદાણી સતત પોતાનો બિઝનેસ વધારવા પર ધ્યાન આપી રહ્યા છે અને આ નવી કંપનીની રચના પણ અદાણી ગ્રુપ દ્વારા આ દિશામાં લેવાયેલું એક પગલું છે. કંપનીએ ફાઇલિંગમાં કહ્યું છે કે VPL એટલે કે વેલોર પેટ્રોકેમિકલ લિમિટેડની રચના રિફાઇનરી, પેટ્રોકેમિકલ અને કેમિકલ સેક્ટરમાં વિસ્તરણના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે.
આજે શેરબજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ ફરી 78000ને પાર
શું છે અદાણી ગ્રુપની તૈયારી?
પીટીઆઈના અહેવાલ મુજબ, અદાણી પેટ્રોકેમિકલ્સને તબક્કાવાર રીતે રિફાઈનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ યુનિટ્સ, હાઈડ્રોજન અને સંલગ્ન કેમિકલ પ્લાન્ટ્સ અને અન્ય સમાન એકમો સ્થાપવા માટે સામેલ કરવામાં આવી હતી. વર્ષ 2022માં તેના વિઝનનું વર્ણન કરતાં ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે અમે ગુજરાતમાં પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં $4 બિલિયનથી વધુનું રોકાણ કરવા માંગીએ છીએ.
ગઈકાલે શેર તૂટી ગયો હતો
આ નવી ડીલ અને નવી કંપનીની રચનાના સમાચારની અસર મંગળવારે અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સ પર જોવા મળી શકે છે. શેરબજારમાં આવેલા ભૂકંપ વચ્ચે સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણીનો આ શેર 3.61 ટકાના ઘટાડા સાથે રૂ.2472 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીની આ કંપનીની માર્કેટ વેલ્યુ 2.85 લાખ કરોડ રૂપિયા છે. અદાણી ગ્રુપનો બિઝનેસ ઘરના રસોડામાં વપરાતા તેલ અને લોટથી લઈને ગ્રીન એનર્જી અને પોર્ટ સુધી વિસ્તરેલો છે. ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
