હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બીમાર પુત્રીની સારવાર માટે પૈસા નહીં: બે બાળકોને ઝેર આપી પતિ-પત્નિનો આપઘાત
આર્થિક બોજ અને ભાવનાત્મક તણાવના કારણે દંપતીએ આ પગલુ ઉઠાવ્યું

બેંગલુરુ, તા.૭: બેંગલુરુમાં રવિવારે રાત્રે ૩૮ વર્ષીય સોફ્ટવેર કન્સલ્ટન્ટ અને તેની પત્નીએ પોતાના બે બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી. આર્થિક બોજ અને ભાવનાત્મક તણાવના કારણે દંપતીએ આ પગલું ઉઠાવ્યું.
શરૂઆતની તપાસ બાદ જાણ થઈ કે અનૂપ કુમાર અને રાખીએ પોતાની પાંચ વર્ષીય ઓટિસ્ટિક પુત્રી અનુપ્રિયા અને બે વર્ષીય પુત્ર પ્રિયાંશને ઝેર આપીને પોતાને પણ ફાંસી પર લટકાવી દીધા. આ પરિવાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી હતો અને સદાશિવનગરમાં ભાડાના મકાનમાં રહી રહયો હતો.
રિપોર્ટ અનુસાર સોમવારે જ્યારે કપલ દ્વારા બાળકોની સારસંભાળ માટે એક મહિલા કામે આવી તો તેણે અનૂપને ફાંસી પર લટકેલો જોયો અને બૂમો પાડી. પાડોશી દોડી આવ્યા અને તેમણે બીજા રૂમમાં અન્ય લોકોને મળત જોયા. મહિલા રેશમાએ પોલીસને જણાવ્યું કે મને થોડું જલ્દી આવવા માટે કહેવામાં આવ્યું હતું કેમ કે પરિવારે પુડુચેરી જવાનું આયોજન કર્યું હતું.
પોલીસે અનૂપ કુમારના લેપટોપ અને મોબાઈલ ફોનની તપાસ કરી અને જાણ્યું કે તેણે અડધી રાત્રે પોતાના મોટા ભાઈ અમિતને એક ઈમેલ મોકલ્યો હતો. મેઈલની વિગતો અને પરિવારના પરિચિતોના નિવેદનોના આધારે પોલીસે કહયું કે અનૂપની નાણાકીય તકલીફ ત્યારે શરૂ થઈ જ્યારે તેના મામા રાકેશે તેને ૨૦૧૮માં પ્રયાગરાજમાં એક પેટ્રોલ પંપ શરૂ કરવા માટે જમીનના એક ટુકડા પર લગભગ ૨૫ લાખ રૂપિયાનું રોકાણ કરવાની લાલચ આપી. વ્યવસાય શરૂ થયો નહીં અને તેની મહેનતની કમાણી ફસાઈ ગઈ.
અનુપ્રિયાનું પ્રી-સ્કુલમાં દાખલ થયા બાદ કપલે શિક્ષકોના આગ્રહ પર પોતાની પુત્રીની મેડીકલ તપાસ કરાવી. પરિણામોથી જાણ થાય છે કે તે ઓટિસ્ટિક હતી. અનુપની મોટાભાગની કમાણી પુત્રીની સારવારમાં ખર્ચ થઈ ગઈ. નાણાકીય તણાવે તેના માનસિક આરોગ્ય પર ભારે અસર નાખી. પુરાવના આધારે પોલીસે જણાવ્યું કે ઁકપલે આ પગલું ઉઠાવવાનું આયોજન બનાવ્યું અને તૈયારી કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
