<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

કાનપુરના પાયલોટ સુધીર યાદવ પોરબંદર અકસ્‍માતમાં શહીદ : પત્‍નિ પટનામાં જજ છે : ૧૦ મહિના પહેલા જ થયા હતા લગ્ન

દુર્ઘટનાના એક દિવસ પહેલા સુધીર યાદવને મળ્‍યા બાદ પત્‍ની પ્રકાશા પટના પરત ફરી હતી : સુધીર યાદવ સાથે વધુ બે અધિકારીઓ શહીદ થયા છે

કાનપુર, તા.૭: ગુજરાતના પોરબંદર કોસ્‍ટગાર્ડ એરપોર્ટ પર બે દિવસ પહેલા રવિવારે હેલિકોપ્‍ટર અકસ્‍માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોસ્‍ટ ગાર્ડના બે પાયલટ સહિત ત્રણ લોકો શહીદ થયા હતા. આ પાયલોટમાંથી એક સુધીર યાદવ કાનપુરના રહેવાસી હતા. તેમની પત્‍ની પટનામાં જજ છે. બંનેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. સુધીર નવા વર્ષ નિમિત્તે ૧ જાન્‍યુઆરીએ કાનપુર સ્‍થિત પોતાના ઘરે આવ્‍યો હતો. એક દિવસ પહેલા, શનિવારે તેની પત્‍ની તેને મળીને પટના પરત આવી હતી. અકસ્‍માતના સમાચાર મળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુધીરનો મંગળવારે સરકારી સન્‍માન સાથે અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.

સુધીર યાદવનો પરિવાર શ્‍યામ નગર વિસ્‍તારમાં રહે છે. તેમના લગ્ન ૧૦ મહિના પહેલા માર્ચ ૨૦૨૪માં થયા હતા. સુધીરના પિતા નવાબ સિંહ યાદવ સેનામાંથી નિવળત્ત છે. સુધીરનો ભાઈ ધર્મેન્‍દ્ર એરફોર્સમાં છે. પરિવારના અન્‍ય સભ્‍યો પણ સેના સાથે જોડાયેલા છે. મંગળવારે કાનપુર દેહતમાં પૈતળક ગામમાં અંતિમ સંસ્‍કાર કરવામાં આવશે.

પિતા નવાબ સિંહ યાદવ કહે છે કે આવા હેલિકોપ્‍ટર સતત અકસ્‍માતનો સામનો કરી  રહયા છે.

આમ છતાં આવા હેલિકોપ્‍ટરની સેવાઓ લેવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ આવો એક હવાઈ અકસ્‍માત થયો હતો જેમાં તેમના પુત્ર સુધીર કર્નલનું મળત્‍યુ થયું હતું. તમને જણાવી દઈએ કે પોરબંદર કોસ્‍ટ ગાર્ડ અકસ્‍માતમાં પાયલટ સુધીર યાદવ સિવાય કમાન્‍ડન્‍ટ સૌરભ અને નાવિક મનોજ સામેલ હતા.

(3:29 PM IST)