હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

કોલકાતા: પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના સાગરવ્દીપમા આવેલ પવિત્ર ગંગાસાગર મેળો મંગળવારથી શરૂ થયો છે. તેને માટે દેશ અને દુનિયામાંથી તીર્થયાત્રી સાગયવ્દીપ પહોંચવા લાગ્યા છે. કલકત્તાના આઉટ્રામ ઘાટથી લઈને ગંગા સાગર સુધીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગંગાસાગર જઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને દિશાનિર્દેશ આપ્યા હતા. આ વખતે બાંગ્લાદેશમાં ઉથલ-પાથલ અને ઘુસણખોરોને જોતા જળ માર્ગ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગંગાસાગર તીર્થ મેળાને લઈને કેન્દ્ર સરકારની ઉદાસીનતા પર નિરાશા વ્યકત કરી હતી. તેઓએ કહ્યું, કે ગંગા સાગરને માટે કેન્દ્ર સરકારની કોઈ મદદ આવતી નથી, જ્યારે કરોડો રૂપિયા કુંભમેળા પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેઓ આક્ષેપ કર્યો હતો કે, મુડી ગંગા પર એક પુલ બનાવવાને માટે વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તે પુલ આજ સુધી બની શક્યો નથી
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM