<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

કોંગ્રેસ મુખ્યાલયનું નવું સરનામું હશે ૯-એ કોટલા રોડ

નવા ભવનમાં એક સંગ્રહાલય હશે, જે ભારતીય વાસ્તુકલાનો અનુખો નમૂનો હશે

નવીદિલ્હી: કોંગ્રેસ મુખ્યાલયનું નવું સરનામું ૯-એ કોટલા રોડ હશે. ૨૪ અકબર રોડ ખાતે હાલમાં કોંગ્રેસ મુખ્યાલય છે, જે ૨-૩ અઠવાડિયામાં નવા સ્થળે શિફ્ટ થઈ જશે. નવા ભવનનું નામ ઇન્દિરા ભવન રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ મુખ્યાલય જમીન સહિત સાત માળનું છે. તે પાર્ટી ઉપરાંત આનુષાંગિક સંગઠનોનું પણ મુખ્યાલય હશે. હાલ ૨૪ અકબર રોડ પર મુખ્યાલય, સેવાદળ આ રોડ પર ૨૪, નંબર બંગલો અને રાયસીના રોડ પર યુવા કોંગ્રેસ અને ભારતીય છાત્ર સંઘનું કાર્યાલય છે. નવા ભવનમાં એક સંગ્રહાલય હશે, જે ભારતીય વાસ્તુકલાનો અનુખો નમૂનો હશે. તેમાં પાર્ટીના ઇતિહાસથી વર્તમાન સુધીની સફરને દર્શાવવામાં આવી છે. તેમાં સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે


 

(6:25 PM IST)