<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

HMPVને કારણે ચીનમાં હાહાકાર: વુહાનમાં શાળાઓ બંધ: WHOએ વાયરસ અંગે રિપોર્ટ માંગ્યો

10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો:દવાઓની અછત વર્તાય

કોરોના બાદ ફરી એકવાર ચીનના નવા વાયરસ 'હ્યુમન મેટાપ્યુમો'એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાઈરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529%નો વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાઈરસના કારણે હલચલ મચી ગઈ છે. એન્ટિવાયરલ દવાઓની ભારે અછત છે. એન્ટિવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે એન્ટિવાયરલ દવાઓ $41માં વેચાઈ રહી છે. વાયરસના વધતા જતા કેસોને કારણે WHO પણ તણાવમાં આવી ગયું છે. તેણે ચીન પાસેથી HMPV વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છુપાવી રહ્યું છે.

HMP વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્પેનના એલીકેન્ટમાં 'ઈન્ફ્લુએન્ઝા A'ના 600 થી વધુ કેસ મળી આવ્યા છે.
ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 8 કેસ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં 2 કેસ મળી આવ્યા છે. અહીં એક 13 વર્ષની છોકરી અને 7 વર્ષનો છોકરો સંક્રમિત જોવા મળ્યો છે. બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસનો ચેપ લાગ્યો હતો. કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને એલર્ટ છે. રાજ્યોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને શ્વસન સંબંધી રોગો માટે દેખરેખ વધારવા અને HMPV ના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાની સલાહ આપી છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ડિજિટલ બેઠક યોજી હતી.

(7:21 PM IST)