હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંવિધાન સમ્મેલન ૧૮મીએ પટનામાં : રાહુલ ગાંધી ભાગ લેશે
દેશભરમાંથી આવેલ એસસી, એસટી, ઓબીસી અને અલ્પ સંખ્યક સમુદાયના નેતા અને પ્રતિનિધિ ભાગ લેશે

નવીદિલ્હી: કોંગ્રેસ દેશભરમા “જય બાપુ- જય ભીમ- જય સંવિધાન” અભિયાનનું આયોજન કરી રહીં છે. એમાં કોંગ્રેસ દેશભરમાં આંબેડકર સંવિધાન અને સમાજના દલિત, પછાત અને વંચિતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. કોંગ્રેસે આગામી ૧૮ જાન્યુઆરીએ બિહારની રાજધાની પટનામાં સંવિધાન સમ્મેલનના આયોજનની યોજના બનાવી છે, જેમાં લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી ભાગ લેશે.
પટનાના શ્રીકૃષ્ણ મેમોરિયલ હોલમાં તેનું આયોજન કરવામા આવશે. દેશભરમાંથી આવેલ એસસી, એસટી, ઓબીસી અને અલ્પ સંખ્યક સમુદાયના નેતા અને પ્રતિનિધિ ભાગ લેશે. પટનામાં આ આયોજન એટલા માટે મહત્વનું છે કે બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં કોંગ્રેસ-આરજેડી સાથે મહાગઠબંધનો ભાગ છે. કોંગ્રેસે માટે બિહારમાં આવી કવાયદ એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે દશકોથી પાર્ટી અહીં પોતાની જમીની પકડ બનાવવાને માટે સંઘર્ષ કરી રહી છે. પાર્ટીના એક મહત્વના રણનીતિકારનું કહેવું હતું કે, આ આયોજનમાં બે થી અઢી હજાર લોકો સામેલ થશે. જોકે કોંગ્રેસ તરફથી સંવિધાનને લઈને આવા આયોજન પહેલા પણ થઈ ચૂક્યા છે. કોંગ્રેસ મોદી સરકાર પર સંવિધાનની અનદેખીનો આરોપ પણ લગાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
