તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
સામાન્ય લોકો પરથી ટેક્સનો બોજો ઘટાડો, ૮મા પગાર પંચની રચના કરો : ટ્રેડ યુનિયનો
સરકારી વિભાગોમાં ૫૦ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, બેરોજગારી ઘટાડવી હોય તો, સરકાર પહેલા આ તમામ જગ્યાઓ ભરે

નવીદિલ્હી: બજેટ પહેલાની મિટિંગમા ૧૦ ટ્રેડ યુનિયનોએ મળીને નાણામંત્રી નિર્મલા સીતારામણ ને કેટલીક ભલામણો કરી હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલ હિન્દ મઝદૂર સભાના મહાસચિવ હરભજન સિંહ સિધ્ધુએ એનબીટી ને જણાવ્યું કે, સરકારી વિભાગોમાં ૫૦ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, બેરોજગારી ઘટાડવી હોય તો, સરકાર પહેલા આ તમામ જગ્યાઓ ભરે. રેગ્યુલરને કૉન્ટ્રૈક્ટ વર્કર અને એપ્રેટિસશિપથી રિપ્લેસ કરવામા આવી રહ્યા છે, તે બંધ થવું જોઈએ.
ઑલ ઈન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસની મહાસચિવ અમરજીત કૌરે એનબીટી ને જણાવ્યું કે, અમે નાણામંત્રીને કહ્યું છે કે, સામાન્ય લોકો પરથી ટેક્સનો બોજો ઘટાડો. બજેટને માટે ફંડ જોઈએ તો કોર્પોરેટ ટેક્સ વધારો. જે ખૂબ જ શ્રીમંત છે તેમના પર વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ લગાવો. સિધ્ધૂએ કહ્યું, આંગણવાડીમાં કામ કરનારી મહિલાઓને સરકારી કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં રૂ્.૨૬ હજાર મહિને મિનિમમ સેલેરી આપવી જોઈએ. ૮માં પગાર પંચની રચના કરી, તેને માટે બજેટમાં ફંડની જાહેરાત કરવામાં આવે, અને મનરેગામાં કામ કરનારાને ઓછામાં ઓછા રૂ.૬૦૦ પ્રતિદિન મજૂરી આપવા બાબતે રજુઆત કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
