હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે ટીવી જોવાનું વધુ મોંઘું થઈ શકે છે
ટીવી બ્રૉડકાસ્ટર વધતી કન્ટેન્ટ ખર્ચ અને ઓછી જાહેરાતો માટે ચેનલોની કિંમત વધારવા જઈ રહયા છે : નવા વર્ષમાં વધુ એક ઝટકો !

નવી દિલ્હી, તા.૮: જો તમે, તમારી પત્ની અને બાળકો તમારા ઘરમાં ટીવી જોતા હોવ તો તમારા માટે ખરાબ સમાચાર છે. ખરેખર, ૧ ફેબ્રુઆરીથી ટીવી જોવું મોંઘું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીવી બ્રોડકાસ્ટર્સ વધતા કન્ટેન્ટ ખર્ચ અને ઓછી જાહેરાતની ભરપાઈ કરવા માટે ચેનલોના ભાવમાં વધારો કરવા જઈ રહયા છે.
ડિઝની સ્ટાર, વાયાકોમ ૧૮, ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયા જેવા બ્રોડકાસ્ટર્સ દ્વારા દરોમાં આ વધારાને કારણે ગ્રાહકો માટે ટીવી જોવાનું ૧૦ ટકા જેટલું મોંઘું થઈ શકે છે. આનો અર્થ એ છે કે હવે તમારે પેઇડ DTH સેવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.
બ્રોડકાસ્ટર્સ દ્વારા કિંમતોમાં વધારો કરવાનો આ પહેલો કિસ્સો નથી. છેલ્લા બે વર્ષથી દરો સતત વધી રહ્યા છે. મોટા બ્રોડકાસ્ટર્સે જાન્યુઆરી ૨૦૨૪માં તેમના બેઝ રેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો હતો, જેની ટીકા થઈ હતી. નોંધનીય છે કે બ્રોડકાસ્ટર્સ વચ્ચે કિંમતો વધારવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે લોકો Netflix, Amazon Prime જેવી OTT એપ્સને પસંદ કરી રહયા છે.
ચેનલની કિંમતો વધારવા પર ટીવી બ્રોડકાસ્ટર્સનું કહેવું છે કે એક તરફ કન્ટેન્ટ બનાવવાનો ખર્ચ વધી રહ્યો છે. બીજી તરફ જાહેરાતોથી થતી આવક પણ ઘટી રહી છે. આ સિવાય ઓપરેટિંગ કોસ્ટ પણ નોંધપાત્ર રીતે વધી રહી છે, જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે.
રિપોર્ટ અનુસાર, SPNI અને ZEEL બંનેએ તેમના બેઝ બુકેટના ભાવમાં ૧૦ ટકાથી વધુ વધારો કરવાની જાહેરાત કરી છે. જિયો સ્ટાર સામાન્ય મનોરંજન અને રમતગમતમાં તેની મજબૂત હાજરીને કારણે કિંમતોમાં નોંધપાત્ર વધારો કરે તેવી અપેક્ષા છે. નવી કિંમતો ૧ ફેબ્રુઆરીથી લાગુ થશે.
ભાવવધારો એવા સમયે થયો છે જ્યારે પે-ટીવી ઉદ્યોગ તાજેતરના વર્ષોમાં ૧૨૦ મિલિયનથી ૯૫ મિલિયનથી ઘટીને ૧૦૦ મિલિયનથી પણ ઓછા થઈ ગયો છે. ટ્રાઈના તાજેતરના પર્ફોર્મન્સ ઈન્ડેક્સ રિપોર્ટ અનુસાર, ચાર ખાનગી ઓપરેટરો - ડિશ ટીવી, એરટેલ ડિજિટલ ટીવી, ટાટા પ્લે અને સન ડાયરેક્ટનો કુલ પેઈડ એક્ટિવ ડીટીએચ બેઝ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૨.૨૬ મિલિયન ઘટીને ૫૯.૯૧ મિલિયન થઈ ગયો છે.(









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
