હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૦૨૬થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઃ ધોરણ ૧૧ અને ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ
શિક્ષણ મંત્રીએ આપ્યા સારા સમાચાર આગામી સત્રથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે, ધોરણ ૧૧ અને ૧૨માં પણ સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરી શકાય છે. વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ CBSE બોર્ડની પરીક્ષા સાથે શરૂ થશે, પરંતુ અન્ય રાજય બોર્ડ દ્વારા પણ તેનો અમલ કરી શકે છે

નવી દિલ્હી, તા.૮: આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે ૨૦૨૬-૨૭થી લાગુ કરવામાં આવશે. આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. નેશનલ એજયુકેશન પોલિસી અંતર્ગત બાળકોમાંથી પરીક્ષાનો તણાવ ઓછો કરવાની દિશામાં આ મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે.
એટલું જ નહીં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણના આધારે ધોરણ ૧૧ અને ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. ET રાઉન્ડટેબલમાં બોલતા, શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે ધોરણ ૧૧, ૧૨ માં સેમેસ્ટર સિસ્ટમ પર ચર્ચા ચાલુ હોવા છતાં, વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક / મધ્યવર્તી સેમેસ્ટર સિસ્ટમના નિર્ણયને અલગથી જોવો જોઈએ નહીં . આ બંને શિક્ષણ પ્રણાલીમાં મોટા સુધારાના મહત્વના ભાગ છે.
NEET ૨૦૨૫ પર અપડેટઃ આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા વિશે પણ વાત કરી. ૨૦૨૪માં જે બન્યું તે જોતાં, NEET UG ૨૦૨૫ાં ફેરફારોની તૈયારી કરવામાં આવી રહી છે. પ્રધાને કહ્યું કે NEET ૨૦૨૪થી ફોર્મેટ નવું હશે. સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને આ નવા ફોર્મેટ પર અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. પરંતુ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે ફેરફાર એવો નહીં હોય કે તેનાથી વિદ્યાર્થીઓને આંચકો લાગે.
શિત્રા મંત્રીએ કહ્યું કે આ પરીક્ષાઓમાં યુપીએસસી જેવું પરીક્ષા મોડલ અપનાવવાની જરૂર છે. રાજય સરકારો અને જિલ્લા સ્તરે વહીવટીતંત્રની મદદથી એક ટીમ તરીકે કામ કરવાની જરૂર છે.
૧૫ ફેબ્રુઆરીથી ઘ્ગ્લ્ચ્ બોર્ડની પરીક્ષાઃ હાલમાં ઘ્ગ્લ્ચ્ ૧૦મી, ૧૨મી બોર્ડની પરીક્ષા ૨૦૨૫મી ૧૫મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે ૪ એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે. અગાઉની જેમ આ વર્ષે પણ આ જ બોર્ડની પરીક્ષા લેવામાં આવી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
