<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કાશ્‍મીરમાં પારંપરિક પ્રથા હોખ સ્‍યુનઃ ઉનાળામાં શાકભાજીને સૂકવી ચિલ્લે કલાનમાં કરાય છે ઉપયોગ

સ્‍થાનીકો ટમેટા, રીંગણા, પાલક, માછલી સહિતના ખાદ્યપદાર્થો શિયાળા માટે સાચવી રાખે છે

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ, તા.૮: કાશ્‍મીરની હોખ સ્‍યુનની પરંપરા તડકામાં સુકવેલી શાકભાજીને સંરક્ષીત કરવા  અને ખાવાની પ્રથા ચલ્લા કલાન દરમિયાન કાશ્‍મીરી પરિવારોનું એક અભિયાન અંગ બનેલી છે. જે આ વિસ્‍તારમાં સતત ૪૦ દિવસ ભયંકર ઠંડીમાં ઉપયોગી બને છે.

હોખ સ્‍યુનમાં સૂકા શાકભાજીને ગરમ પાણીમાં ત્‍યાં સુધી પલાળવામાં આવે છે જ્‍યાં સુધી તે નરમ ન પડી જાય, ત્‍યારબાદ તેલ અને મસાલાઓ સાથે પકાવવામાં આવે છે.

આ સદીઓ જૂની પરંપરા કાશ્‍મીર પ્રદેશના ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારમાં ખૂબ જ પ્રચલીત છે. જે કાતીલ ઠંડીમાં પરિવારોને ઉપયોગી બને છે.

ગરમીની સીઝન દરમિયાન  રીંગણા, ટમેટા, શઝમલ જેવા શાકભાજીને સુકવી નાંખવામાં આવે છે. જે ઠંડી દરમિયાન જરૂરી બની જાય છે, જે ઉનાળાની ગરમી ઠંડી દરમિયાન ભોજનમાં આવે છે. ઉપરાંત ખેડૂતો પણ સૂકેલા શાકભાજી વેંચી શિયાળામાં તાજી ઉપજથી વધુ આવક મેળવે છે.

કાશ્‍મીરમાં હવે ઘરે શાકભાજી સૂકવવાની વ્‍યવસ્‍થા-સમય લોકો પાસે નથી, ત્‍યારે ડિસેમ્‍બરથી ફેબ્રુઆરી દરમિયાન રીંગણા, પાલક, ટમેટા, માછલી જેવા હોખ સ્‍યુનની બજારમાં માંગ ઉભી થાય છે, જે સ્‍થાનીક વેપારીઓ માટે રોજગારીનું સાધન બન્‍યું છે.

(2:56 PM IST)